મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં પતિએ કાઢી મુકેલ પત્નીનું સમાધાન કરાવી ૮ માસની બાળકી સાથે અભયમની ટીમે મિલન કરાવ્યું 


SHARE





મોરબીમાં પતિએ કાઢી મુકેલ પત્નીનું સમાધાન કરાવી ૮ માસની બાળકી સાથે અભયમની ટીમે મિલન કરાવ્યું 

મહિલાઓ માટે હંમેશા કાર્યરત ૧૮૧ મહિલા હેલ્પલાઇન અભયમ ટીમે ફરી એક વાર કાબિલ એ  દાદ કામગીરી કરી છે. મોરબીમાં પતિએ ઝઘડો કરી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. જોકે અભયમની ટીમે સમાધાન કરાવી ૮ માસની બાળકી સાથે માતાનું મિલન કરાવ્યું હતું.

આ અંગેની વિગત મુજબ એક ૩૦ વર્ષીય મહિલાએ ૧૮૧ માં કોલ કરી મદદ માંગતા અભયમ ટીમના કાઉન્સિલર મનિષા પરમારકોન્સ્ટેબલ કોકિલાબેનપાયલોટ મિતેષભાઈ સહિતના મહિલાની મદદે દોડી ગયા હતા. કાઉન્સિલર મનિષા પરમારે પીડિત મહિલાનું કાઉન્સેલીંગ કર્યું હતું અને મદદની પુરી ખાતરી આપતા મહિલાએ જણાવ્યું હતું કેતેના લગ્ન દોઢેક વર્ષ પહેલાં પંચાસર રોડ પર રહેતા ૩૨ વર્ષીય યુવાન સાથે થયા હતા. તેમના પતિ રીક્ષા ચલાવે છે. તેમને લગ્ન સંસારમાં એક દીકરીનો જન્મ થયો હતો. જે હાલ ૮ માસની છે અને ત્રણ દિવસ પહેલા પતિ સાથે ઝઘડો થતા તેણે ઘરમાંથી કાઢી મુકતા મહિલા વાવડી રોડ પર રહેતા પોતાના પિયરમાં આવી ગઈ હતી. અને પતિએ આઠ માસની દીકરીને પણ લઈ જવા દીધી ન હોતી. 

મહિલાએ પોતાની હકીકતનું વર્ણન કરતા અભયમ ટીમ મહિલાને લઈ પંચાસર રોડ પર આવેલા તેમના ઘરે પહોંચી હતી. જ્યાં મહિલાના પતિ અને નણંદ હાજર હતા. તેમનું કાઉન્સેલિંગ કરી સૌપ્રથમ ૮ માસની બાળકી માતાને સોંપી દેવા સમજાવતાબાળકી માતાને સોંપી દેવામાં આવી હતી. અને બાળકીનું માતા સાથે મિલન થતા માતાની આંખમાંથી હર્ષનાં આંસુ સરી પડ્યા હતાતેણીએ અભયમ ટીમનો આભાર માનેલ હતો. આ તરફ અભયમ ટીમ દ્વારા પતિનું કાઉન્સીલિંગ કરતા પતિએ પોતાનો બચાવ કર્યો હતો કેમેં મારી પત્નીને કાઢી મૂકી ન હોતીપરંતુ તે પોતાની રીતે જ બાળકને મૂકીને જતી રહી હતી. ત્યાર બાદ બન્ને પક્ષને સાંભળ્યા બાદ પતિ પત્ની વચ્ચે નાની નાની બાબતમાં ઝઘડા થતા હતા. જેથી બન્નેને સુખદ સમાધાન માટે સમજાવતા બન્ને સમાધાન માટે પણ તૈયાર થયા હતા. આમઅભયમની ટીમે એક માતાનું દીકરી સાથે મિલન કરાવવાની સાથે દંપતીના સુખી જીવન માટે સમાધાન કરવા માટે પણ તૈયાર કર્યા હતા






Latest News