મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

લો બોલો, સરકારે ટોલ ફ્રી કરેલા ટોલનાકા ઉપરથી પસાર થયેલ મોરબીની કારનો ટોલ ટેક્સ કપાયો !


SHARE





લો બોલો, સરકારે ટોલ ફ્રી કરેલા ટોલનાકા ઉપરથી પસાર થયેલ મોરબીની કારનો ટોલ ટેક્સ કપાયો !

ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર આવેલા ટોલનાકા પરથી ગાડી પસાર થઈ ન હોય તેમ છતાં પણ ઘણા બધા લોકોના એકાઉન્ટમાંથી ટોલ ટેક્સના રૂપિયા કપાઈ જતા હોય છે આવી માહિતી સામે આવતી હોય છે તેવામાં આજે મોરબીની અંદર રહેતા વ્યક્તિની ગાડી મોરબી અમદાવાદ હાઈવે ઉપર આવેલ માલવણ ટોલનાકા પાસેથી પસાર થઈ હતી જોકે માલવણ ટોલનાકા ઉપર કારનો ટોલ ટેક્સ લેવામાં આવતો નથી તેમ છતાં પણ તેઓના એકાઉન્ટમાંથી ૧૩૦ રૂપિયા કારની આવક-જાવકના કપાઈ ગયા  છે !

અગાઉ ઘણી વખત મોરબીના લોકોની ગાડી ગેરેજમાં પડેલી હોય અથવા તો પોતાના ઘરે પડી હોય અને તેઓની ગાડીના ટોલ ટેક્સના રૂપિયા જુદા જુદા ટોલનાકા ઉપરથી કપાયા હોય તેવી માહિતી સામે આવી જ છે ત્યારે ગુજરાત સરકારમાં જ્યારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ હતા ત્યારે રાજ્ય સરકાર હસ્તકના રોડ ઉપર આવતા તમામ ટોલનાકા ઉપરથી ટોલટેક્ષ નાબુદ કરવામાં આવ્યો હતો જેથી મોરબી અમદાવાદ હાઇવે ઉપર આવતા માલવણ ગામ પાસેના માલવણ ટોલનાકાનો ટોલ ટેક્સ પણ નાબૂદ થઇ ગયો છે અને ત્યાંથી નાનાવાહનો વિનામૂલ્યે પસાર થઈ શકતા હોય છે જોકે મોરબીની અંદર મહેશભાઇ પંડ્યાના જમાઈએ તેની કાર નંબર જીજે ૩ એચએ ૫૯૩૩ લઈને માલવણ ટોલનાકા પાસેથી પસાર થયા હતા જેથી કારની આવક-જાવકના ૧૩૦ રૂપિયાનો ટોલટેક્સ તેઓના એકાઉન્ટમાંથી કપાયેલ છે જેથી કરીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે કારણકે માલવણ ટોલનાકા પાસે ટોલટેક્સ લેવામાં આવતો નથી તેમ છતાં પણ તેઓનો એકાઉનમાંથી ટોલટેક્સ કેમ કપાયો છે અને તે રકમ કોના ખિસ્સામાં ગયેલ છે તે સૌથી મોટો સવાલ છે






Latest News