ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો નવયુગ સંકુલ ખાતે અભ્યાસ વર્ગ યોજાશે


SHARE







મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો નવયુગ સંકુલ ખાતે અભ્યાસ વર્ગ યોજાશે

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એટલે રાષ્ટ્ર કે હિતમે શિક્ષા..શિક્ષા કે હિતમે શિક્ષક.. શિક્ષક કે હિતમે સમાજના ધ્યેય સૂત્ર સાથે શિસ્તબધ રીતે કાર્ય કરતું સંગઠન છે, સંગઠનમાં કાર્યરત કાર્યકરો, મંડળ સંયોજકોએ કેવી રીતે કાર્ય કરવું? એ માટે નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર મોરબી ખાતે તા.14/3 ના રોજ એક દિવસના અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે

જેમાં અભ્યાસ વર્ગનું મહત્વ અને કાર્યકરોની મનો ભૂમિકા, સંગઠનની કાર્ય પદ્ધતિ અને પ્રચાર-પ્રસાર, સંઘ વિચાર, પરિવાર અને આર્થિક સૂચિતા, નવી શિક્ષણનીતિ, શિક્ષણના પડકારો, હોદેદારોની જવાબદારી, સંગઠનના કાર્યકર્તાઓની અધિકારીઓ સાથેનો સરકાર સાથેનો વ્યવહાર વગેરે વિષયો પર ડો.જયંતીભાઈ ભાડેસિયા, શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, રાજ્ય મહાસંઘના મંત્રી રતુભાઈ ગોળ, મુળજીભાઈ ગઢવી, મહેશભાઈ મોરી અને હિતેશભાઈ ગોપાણી, સુનિલભાઈ પરમાર શિશુમંદિર, વિપુલભાઈ અધારા, મહેશભાઈ બોપલીયા, મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા વગેરે ઉપરોક્ત વિષયો પર કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડશે.એમ કિરણભાઈ કાચરોલા, પ્રદીપભાઈ કુવાડિયા, હરદેવભાઈ કાનગડ, કિરીટભાઈ દેકાવડીયા, હિતેશભાઈ પાંચોટીયાએ જણાવ્યુ છે




Latest News