મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

યુક્રેનથી દીકરી હેમખેમ પરત આવતા મોરબીના પરિવારે પીએમ-સીએમ કેરમાં આપ્યું ૩૨,૦૦૦ નું અનુદાન


SHARE





યુક્રેનથી દીકરી હેમખેમ પરત આવતા મોરબીના પરિવારે પીએમ-સીએમ કેરમાં આપ્યું ૩૨,૦૦૦ નું અનુદાન

મોરબીના ત્રાજપર ગામે યુક્રેનથી પરત આવેલ મેડીકલની વિર્ધાથીની શૈલેજા લાલજીભાઇ કુનપરાનુ પરિવારના સભ્યો, ત્રાજપરના આગેવાનોભાજપ પરીવારે ઉમળકા ભેર સ્વાગત કર્યુ હતું અત્રે ઉલેખનીય છે કેશૈલેજાને યુક્રેન રશિયા યુધ્ધના ભયાનક માહોલ વચ્ચે ભારત સરકારના ઓપરેશન ગંગા અંતર્ગત હેમખેમ ધર સુધી પહોચડવામાં આવેલ છે ત્યારે તેમના માતા પિતા દ્વારા લાગણી સભર ધડીને ફૂલડે વધાવવામાં આવી હતી તેમજ ભારતમાતાનુ પુજન કર્યુ  હતું ત્યારબાદ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયામોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, તાલુકા પંચાયત સભ્ય તુલશીભાઇ પાટડીયાઅશોકભાઇ વરાણીયાજગદીશભાઇ બાંભણીયાબચુભાઇ અમ્રુતિયા તેમજ ઠાકોર સમાજના આગેવાનો દ્વારા મો મીઠું કરાવીને તેનું સન્માન કરવામાં આવ્યું હતું ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની યુક્રેનમા ફસાયેલા ભારતીયોને સહીસલામત પહોચાડવા ઓપરેશન ગંગા હાથ ધરી ૧૭૦૦૦ ભારતીયોને પરત લાવવામા આવ્યા છે ત્યારે શૈલેજાના પિતા લાલજીભાઇ કુનપરા દ્વારા સરકાર પ્રત્યે કુ્તજ્ઞતા વ્યક્ત કરી પીએમ કેર ફંડમા ૨૧૦૦૦ અને સીએમ રીલીફ ફંડ ૧૧૦૦૦ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો






Latest News