મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત


SHARE









વાંકાનેરના માટેલ રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત

વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતાં યુવાને લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના માટેલ રોડ ઉપર રેડસન કંપનીની અંદર રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો સમયસિંગ સુખચંદ બંજારા (ઉંમર ૪૪) નામના યુવાને પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી

દેશી દારૂની ભઠ્ઠી

માળીયા તાલુકાના વાધરવા ગામથી વિર વિદરકા ગામ જવાના રસ્તે જુના રધિયારના રસ્તા ઉપર બાવળની ઝાડીમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૫૦ લિટર ગરમ આથો, ૨૦૦ લિટર ઠંડો આથો, ૧૪ લિટર દારૂ અને અન્ય સાધનસામગ્રી મળીને ૧૦૨૦ રૂપિયાના મુદામાલ સાથે રોહિતસિંહ વિક્રમસિંહ જાડેજા જાતે દરબાર (ઉંમર ૨૭) રહે. વાધરવા વાળાની ધરપકડ કરેલ છે






Latest News