મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના અણીયારી ટોલનાકા પાસે બાઈક સવારને કારચાલકે હડફેટે લેતા વૃદ્ધ નું મોત


SHARE





મોરબીના અણીયારી ટોલનાકા પાસે બાઈક સવારને કારચાલકે હડફેટે લેતા વૃદ્ધ નું મોત

મોરબી તાલુકાના જેતપર ગામના વતની એવા પટેલ આધેડ પોતાના ખેતરેથી પરત ઘર તરફ જતા હતા ત્યારે અણીયાળી ટોલનાકા પાસે તેમના બાઇકને અજાણ્યા કારચાલકે હડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જયાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.બનાવ સંદર્ભે જાણ થતાં હાલમાં તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામના રહેવાસી પ્રેમજીભાઈ થોભણભાઇ જાકાસણીયા જાતે પટેલ નામના ૬૫ વર્ષીય વૃદ્ધ પોતાનું બાઈક લઈને પોતાના ખેતર બાજુ ગયા હતા અને ત્યાંથી પરત ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં અણીયારીના ટોલનાકા પાસે અજાણી કારના ચલકે તેમના બાઇકને હડફેટે લેતાં માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં પ્રેમજીભાઈને સામાકાંઠે આવેલી સમર્પણ હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેઓને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન પ્રેમજીભાઈ થોભણભાઈ જાકાસણીયા નામના ૬૫ વર્ષીય પટેલ આધેડનું મોત નિપજ્યું હતું હાલ બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

ધાંગધ્રાના કોંઢ ગામે રહેતા માનસિંગભાઈ કાનાભાઈ ચીત્રા નામનો ૩૨ વર્ષીય યુવાન ગામ નજીકથી બાઈકમાં જતો હતો તે સમયે બાઇક સ્લીપ થઇ જતાં સર્જાયેલ અકસ્માતમાં ઈજા થતાં તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના યુનુસભાઇ મામદભાઇ માથકિયા નામના ૫૦ વર્ષિય આધેડ મોરબીના લાતી પ્લોટમાં શેરી નંબર-૫ માં ટેમ્પોમાંથી નીચે પડી જતાં ઈજાગ્રસ્ત થયેલા યુનુસભાઇને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.બનાવ સંદર્ભે જાણ થતાં હાલમાં પોલીસે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.તેમજ હળવદ તાલુકાના સીરોઇ ગામે ઝેરી સાપ કરડી જતા દક્ષાબેન સોમજીભાઈ ભીલ નામની સાત વર્ષિય બાળકીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી.






Latest News