મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જુના બસસ્ટેશન પાસે કારમાંથી પંદરેક લાખની ચોરી, રાજકોટ પોલીસે આરોપીઓને દબોચ્યા


SHARE











મોરબીના જુના બસસ્ટેશન પાસે કારમાંથી પંદરેક લાખની ચોરી, રાજકોટ પોલીસે આરોપીઓને દબોચ્યા

મોરબીના જૂના બસસ્ટેન્ડ પાસેથી આજે સવારના અગિયાર વાગ્યાના અરસામાં કારમાંથી રૂપિયા ૧૫ લાખ જેવી માતબર રકમની ચોરી થઇ હોય મોરબી જિલ્લા પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી છતાં પણ તસ્કરો ચોરી કરીને રાજકોટ તરફ નાસી જવામાં સફળ રહ્યા હતા અને રાજકોટ પોલીસની સતર્કતાના લીધે મોરબીમાંથી ચોરાયેલા રકમ સાથે બે ઇસમોને રાજકોટ પોલીસે પકડી પાડયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.રાજકોટ પોલીસની સતર્કતા સામે આવી છે.જેમા આજે સવારે અગીયારેક વાગ્યાના અરસામાં મોરબીના જુના બસ સ્ટેશન વિસ્તારમાં કારમાંથી આશરે રોકડા રૂપિયા પંદરેક લાખની ચોરી થઈ હોય અને ચોરી કરીને બે આરોપીઓ રાજકોટ તરફ ભાગ્યા હોય તે દરમ્યાનમાંમાં મોરબીમાં થયેલ ચોરીના બે આરોપીઓને રાજકોટ પોલીસે રાજકોટ ખાતેથી પકડી પાડયા હોવાનું જાણવા મળેલ છે.લાખો રૂપિયાની મોરબીમાંથી તડફંચી કરીને ફરાર થયેલા બે આરોપીને રાજકોટ પોલીસે રાજકોટ સિવિલ હોસ્પીટલના ચોક પાસેથી ઝડપી પાડયા હોવાની માહીતી મળી રહી છે.રાજકોટ ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા અને પ્રધ્યુમનનગર પોલીસ મથકના પીઆઇ મહેન્દ્રસિંહ ઝનકાત અને પોલીસ સ્ટાફે આરોપીઓને ઝડપી પાડયા હતા.મોરબીમાં લાખોની લુંટ કરીને મોરબીથી ભાગીને રાજકોટ આવેલ બે આરોપીને રાજકોટના સિવિલ ચોક ખાતેથી પકડી પાડતા રાજકોટ પોલીસની સતર્કતા સામે આવી હતી.

વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ચિત્રકૂટ સોસાયટીમાં શેરી નંબર-૫ માં રહેતા રાકે શભાઈ ચંદુભાઈ સંઘાણી નામનો યુવાન કે જેઓનું માળીયામીયાણા નજીક લેમીનેટ નું કારખાનું બની રહ્યું હોય તે ઉપરાંત તેઓ ટ્રેડિંગનું કામકાજ કરતા હોય ઘરેથી કામ સબબ પૈસા લઈને નીકળ્યા હતા અને તેઓની બીજી ઓફિસ આસિસ્ટન્ટ સીરામીક જોન લાલપર પાસે આવેલી હોય ત્યાં જવાબ માટે કાર લઈને નીકળ્યા હતા.દરમિયાન મોરબીના જૂના બસ સ્ટેશન પાસે આવેલ શોપિંગ સેન્ટરમાં આંગડિયા પેઢીમાં તેમની ચેકબુક આવેલી હોય તે ચેકબુક લેવા માટે ગયા હતા અને તેઓ જ્યારે નીચે આવ્યા ત્યારે એક સગીર જેવા બાળકે તેમને તમારા પૈસા નીચે પડી ગયા છે તેમ કહેતા તેઓએ દ્વાર ખોલી હતી અને એ દરમ્યાન પાછળની સીટમાં રાખેલ પૈસા ભરેલ ઉપડી ગઈ હતી અંદાજે ચાર જેટલા શંકાસ્પદ ઓમકાર ની આસપાસ જોવા મળ્યા હતા જેથી એ દિશામાં પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે તજવીજ હાથ ધરી હતી અને આ મળેલી બાતમીના આધારે રાજકોટ પોલીસને જાણ કરવામાં આવતાં હાલમાં રાજકોટ પોલીસે મોરબીમાંથી સરપંચે કરીને ફરાર થયેલા અને રોકડ રકમ સાથે રાજકોટની સિવિલ ચોકમાંથી દબોચી લીધા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે






Latest News