મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ પાસેથી ૧૨ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE





મોરબીના બેલા ગામ પાસેથી ૧૨ બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસેથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ૧૨ બોટલ મળી આવી હતી જેથી ૩૬૦૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે હાલમાં મૂળ કચ્છના રહેવાસી શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે

મોરબીના બેલા ગામ પાસેથી પસાર થતાં શખ્સને રોકીને મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૩૬૦૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે રાજેશ વિસાભાઈ મકવાણા (૨૧) હાલ રહે. લગધીરગઢ કાનજીભાઈ વાઘેલાની વાડીએ મૂળ રહે કચ્છ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો અને તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

દેશી દારૂ

મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટિયા પાસેથી અલ્ટો કાર પસાર થઈ રહી હતી ત્યારે તે કારને રોકીને મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા ચેક કરવામાં આવતા કારમાં ૧૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી બે હજાર રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ૫૦ હજાર રૂપિયાની કિંમતની અલ્ટો કાર નંબર જીજે ૫ સીજી ૨૬૩૫ આમ કુલ મળીને ૫૨,૦૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઇમરાન સલીમભાઇ માણેક જાતે-મીયાણા (ઉ.૩૦) રહે. જુના રેલવે સ્ટેશન પાસે માળીયા મીયાણાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો કોને આપવા માટે જતો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે






Latest News