મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

માળિયા(મી) તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સરકારી શાળાના શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ


SHARE



















માળિયા(મી) તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સરકારી શાળાના શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકાના શિક્ષકોની બે દિવસીય ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું અને આ ટુર્નામેન્ટમાં કુલ ૯ ટિમએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વેજલપર અને ઘાટીલાની ટિમ "સુપર સ્ટાર ઇલેવન" વિજેતા બની છે તેમજ વવાણીયા અને ભાવપરની ટિમ "યંગ સ્ટાર ઇલેવન" રનર્સઅપ રહી હતી. આ બંને ટીમોને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. અને ટુર્નામેન્ટમાં બેસ્ટ બેસ્ટમેન તરીકે રવિભાઈ ધ્રાંગા, બેસ્ટ બોલર તરીકે ચંદુભાઈ તાવીયા તેમજ મેન ઓફ ધ સિરીઝમાં વિજય પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનાગ્રા, માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠોડ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, માળિયાના બી.આર.સી. નરેન્દ્રભાઈ નિરંજની તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માળિયા(મી) તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મહામંત્રી હસુભાઈ વરસડા તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ પ્રતિનિધિ, જુદીજુદી શાળાના આચાર્યોએ જહેમત ઉઠાવી હતી. અને આ ટુર્નામેન્ટ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર યોજાઇ હતી તેના માટે સુરેશભાઈ ડાંગરનો તેમજ સાથ અને સહકાર આપનાર અન્ય તમામ લોકોનો આયોજકોએ આભાર વ્યક્ત કર્યો હતો.










Latest News