મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી સમસ્યાઓથી ઘેરાયું અને ભ્રષ્ટાચારથી ખદબદે છે પાલિકા: રમેશભાઈ રબારી


SHARE





મોરબી સમસ્યાઓથી ઘેરાયું અને ભ્રષ્ટાચારથી ખદબદે છે પાલિકા: રમેશભાઈ રબારી

મોરબી શહેરની એ ગ્રેડની નગરપાલિકામાં પ્રજાએ ભાજપને બાવન સદસ્ય સાથે શાસન સોપિયુંએ માટે કે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ સારી મળશે. જો કે, ભાજપ શાસિત પાલિકાની અંદરો અંદરની લડાઅને અણઆવડતને કારણે મોરબીની પ્રજાને પ્રાથમિક સુવિધા મળતી નથી જેથી લોકો હેરાન છે તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ જણાવ્યુ છે

મોરબીમાં રહેતા કોંગ્રેસના આગેવાન રમેશ રબારીએ મોરબી પાલિકાના શાસન સામે અનેક સવાલો ઉઠાવ્યા છે અને ગંભીર આક્ષેપ પણ કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, એ ગ્રેડની પાલિકામાં તમામ સભ્યો ભાજપના છે તો પણ શહેરના મેઈન રોડ ઉપર મસ મોટા ખાડા છે ?, રોડ રસ્તા ઉપર થીગડાં લગાવી રોડની કાયા પલટ કરી નાખી ?, કોઈનું કામ થતું નથી ?, શેરી ગલીમાં અંધકાર ?, ઉભરાતી ગટર ?, કચરાના ઢગલા ?, પીવાના પાણી સાથે ભૂગર્ભ ગટરના પાણી ? વચ્ચે ભ્રષ્ટાચારથી પાલિકા ખદબદે છે અને અંગત કામ સિવાય કોઈ પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવતા નથી આટલું જ નહીં પાલિકા લોકોને સેવા આપવામાં નિષ્ફળ ગયેલ છે અને સાચા ખોટા બિલ ચૂકવવામાં આવે છે અને પાલિકાના કર્મચારી બિલમાં સહી ન કરે તો તેની બદલી કરી નાખવામાં આવે છે તેવો આક્ષેપ કર્યો છે






Latest News