ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી વોકલ ફોર લોકલ: કચ્છ લોકસભા દ્વારા સાંસદ સ્વદેશી મેળો અવિરત ચાલુ મોરબી મહાપાલિકા વિસ્તારમાં રોશનીના પર્વ પહેલા જ સ્ટ્રીટ લાઇટને લગતી ફરિયાદોમાં ઘટાડો, કોન્ટ્રાક્ટરને સતત દોડતા રાખતું તંત્ર મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાએ રજૂઆત કર્યા બાદ લીલાપર રોડનું રીપેરીંગ કામ શરૂ મોરબીમાં ધોળા દિવસે એકટીવા પતિ સાથે જતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘૂટું રોડેથી બે પિસ્તોલ સાથે એમપીનો એક શખ્સ ઝડપાયો


SHARE









મોરબીના જુના ઘૂટું રોડેથી બે પિસ્તોલ સાથે એમપીનો એક શખ્સ ઝડપાયો

 મોરબીના જુદાજુદા એરિયામાંથી દેશી બનાવટના હથિયારો મળવાનો સિલસિલો હજુ ચાલુ જ છે ત્યારે જુના ઘૂટું રોડ પરથી દેશી બનાવટની બે પિસ્તોલ સાથે એક શખ્સને એલસીબીની ટીમે ઝડપી લીધેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જુના ઘૂટું રોડ પરથી શંકાસ્પદ હાલતમાં જતાં યુવાનને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની બે પિસ્તોલ મળી આવી હતી જેથી પોલીસે મસરૂર નુરમીયા નવાબમિયા શેખ (ઉ.૨૯) રહે. ભોપાલ મધ્યપ્રદેશ વાળાને પકડીને તેની પાસેથી ૨૦૦૦૦ ની કિંમતના બે હથિયાર કબજે કરેલ છે અને આ આરોપી પિસ્તોલ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાની હતી તે દિશામાં તપાસ ચાલુ છે




Latest News