મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના 25 વારિયામાં કચરો નાંખવા મુદ્દે માથાકુટ કરીને વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો


SHARE





મોરબીના 25 વારિયા વિસ્તારની અંદર રહેતા ભાડુઆતે કચરો નાખવા બાબતે પાડોશી દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી માટે મકાનમાલિકની તેને સમજાવવા માટે ગયા હતા ત્યારે તેની સાથે પણ મારામારી કરવામાં આવતા મકાનમાલિક મહિલાના વૃધ્ધ પિતા તેઓને છૂટા પાડવા માટે અને સમજાવવા માટે ગયા હતા અને તે સમયે ઉશ્કેરાયેલ મહિલાના પતિ અને તેના મિત્રએ વૃદ્ધને વાળ અને દાઢી પકડી ને માર માર્યો હતો અને લોખંડના પાઇપ પણ ઝીક્યો હતો જેથી કરીને સારવાર લીધા બાદ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે વૃધ્ધે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ 25 વારિયામાં રહેતા અસ્લમશા કાસમશા શાહમદાર (75) એ હાલમાં કાશ્મીરાબેનના પતિ અને ઈલિયાસભાઈ રહે બંને મૂળ અમદાવાદ હાલ રહે 25 વારિયા મોરબી વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓની દીકરીના ઘરમાં ભાડે રહેતા ભાડુઆત મહિલાએ કચરો નાખ્યો હતો જે બાબતે કાશ્મીરાબેનએ તેની સાથે બોલાચાલી કરી હતી જેથી કરીને અસ્લમશાની દીકરી કાશ્મીરાબેન ને સમજાવવા માટે ગયા હતા ત્યારે કાશ્મીરાબેને તેઓની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો જેથી કરીને અસ્લમશા શાહમદાર ત્યાં તેઓને છોડાવવા માટે ગયા હતા અને દરમ્યાન કાશ્મીરનાં પતિ અને તેના મિત્ર ઇલ્યાસભાઇએ તેની સાથે માથાકૂટ કરી બોલાચાલી કરી હતી અને આ વૃદ્ધને દાઢી અને માથાના વાળ પકડી માર માર્યો હતો તેમજ લોખંડના પાઇપ વડે એક ઘા શરીર ઉપર ઝીકયો હતો જેથી કરીને ઇજા પામેલા વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના આ બનાવમાં ભોગ બનેલા વૃદ્ધે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 






Latest News