હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ મંદિરનો પંચદશમ્ પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો


SHARE











મોરબીમાં જલારામ મંદિરનો પંચદશમ્ પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

મોરબીના જલારામ મંદિરનો પંચદશમ્ પાટોત્સવ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવવામા આવ્યો હતો. જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાતધૂન, સવારે ૮ કલાકે વૈદિક મહાયજ્ઞ, સવારે ૧૦ કલાકે કાર્યકર્તાઓ તેમજ દાતાશ્રીઓ નો સન્માન સમારોહ, સાંજે ૬:૩૦ કલાકે મહાઆરતી, સાંજે ૭ કલાકે મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાયા હતા. જેમા બહોળી સંખ્યામા ભક્તજનો જોડાયા હતા. આ તકે મોરબી જીલ્લાના વિવિધ રાજકીય સામાજીક અગ્રણીઓ એ પૂજ્ય જલારામ બાપાનો મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી

મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એમ્બ્યુલન્સ સેવા, શબવાહીની સેવા, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, ફ્રિઝ શબ પેટી, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ ની વ્યવસ્થા, બિનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર, સામૂહીક અસ્થિ વિસર્જન, મેડીકલ સાધનો ની સેવા, મેડીકલ કેમ્પ, બ્લડ ડોનેશન, પદયાત્રીઓ ની સેવા, દર મહીને વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ સહીત ની સેવાઓ વિનામુલ્યે કોઈપણ પ્રકાર ના નાતજાત ના ભેદભાવ વિના સમાજ ને અવિરતપણે પ્રદાન કરવા મા આવી રહી છે. કોરોના ની મહામારી ના સમય મા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એક લાખ થી વધુ ફુડ પેકેટ વિતરણ, એમ્બ્યુલન્સ સેવા, ઓક્સિજન બોટલ, નેબ્યુલાઈઝર, ઓક્સિ મીટર સહીત ની સેવાઓ અવિરતપણે પ્રદાન કરવા મા આવી હતી ત્યારે આગામી વર્ષે પણ દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ તેમજ દર ગુરુવારે મહાપ્રસાદ રાબેતા મુજબ યોજાશે તેમ સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે. આ તકે કાંતિલાલ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, જયંતિભાઈ જેરાજભાઈ પટેલ, જાનકીબેન જીજ્ઞેશભાઈ  કૈલા,  કે.ડી.પડસુંબિયા, કે.ડી.બાવરવા, નિકુંજભાઈ કોટક, હીરેનભાઈ પારેખ, કે.પી. ભાગીયા, ભાવેશભાઈ ફેફર, મહેશભાઈ રાજ્યગુરુ, દેવેન્દ્રસિંહ ઝાલા, વિનુભાઈ કટારીયા, ડો.બી.કે લહેરુ, જે.પી. જેશ્વાણી, પંકજ રાણસરીયા, હસુભાઈ પંડ્યા સહીતના રાજકીય-સામાજીક અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતીમા પ્રભાતધૂન, વૈદિક મહાયજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાયા હતા






Latest News