વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક એસોસિયેશન હોલ ખાતે ઉદ્યોગકારોની હાજરીમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં સિરામિક એસોસિયેશન હોલ ખાતે ઉદ્યોગકારોની હાજરીમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાનો કાર્યક્રમ યોજાયો

51 માં રાષ્ટ્રીય સલામતી સપ્તાહ અંતર્ગત મોરબીમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં કાર્યક્ર્મ યોજાયો હતો અને મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક એસોસિયેશન હોલ ખાતે મંત્રીએ સેવિયર સેફટી રથનું તેઓએ પ્રસ્થાન કરાવ્યું હતું. અને મોરબીના સીરામીક એકમોમાં કામ કરતા શ્રમિકોને આ રથ દ્વારા જાગૃત કરવામાં આવશે અને આ રથ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં બે વર્ષ સુધી ફરી શ્રમિકોને જાગૃત કરશે.

મોરબીના લાલપર પાસે આવેલ સિરામિક એસોસિયેશન હોલ ખાતે 51માં રાષ્ટ્રીય સલામતી દિવસ સપ્તાહ અંતર્ગત ગુજરાત રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી બ્રિજેશભાઇના હસ્તે સેવિયર સુરક્ષા રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો અને મોરબી સીરામીક એસોસીએશન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, વિનોદભાઇ ભાડજા, કિરીટભાઇ ઓગણજા, હરેશભાઈ બોપલિયા, માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા, માજી પ્રમુખ નિલેષભાઈ જેતપરિયા, મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ વિપુલભાઈ કોરડીયા સહિતના હોદ્દેદારો, ઉદ્યોગપતિઓ તેમજ શ્રમિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રથમાં શ્રમિકોને ઉપયોગી 300 જેટલા અલગ-અલગ ઇક્વિપમેન્ટના સેટ મૂકવામાં આવ્યા છે. જેમાં ભૂગર્ભમાં, કૂવામાં વીજળી સાથે કામ કરવાના ઇકવીપમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે

ગુજરાતમાં 2000 જેટલી ઈન્ડસ્ટ્રીઝમાં એક લાખ જેટલા કામદારોને આ સુરક્ષા રથ દ્વારા ટ્રેનીંગ આપવામાં આવશે. તેમજ બે વર્ષની અંદર મોરબી, કચ્છ, વાપી, અંકલેશ્વર, અમદાવાદ, સહિતના ગુજરાતના તમામ જિલ્લાઓમાં જઈને આ રથ ઇન્ડસ્ટ્રીના શ્રમિકોને ટ્રેનિંગ આપશે. આ તકે પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે આજે મોરબી સિરામિક એસોસિયેશન અને પંચાયત હસ્તકના વિભાગ ઉદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના સમન્વયમાં સેફટી રથ આખા ગુજરાતમાં પરિભ્રમણ કરવાનો છે અને શ્રમિકોને સેફટી સાથે ઔધ્યોગિક યુનિટમાં અને તેના કામના સ્થળે કામ કરવા માટે તે લોકોને જાગૃતિ આવે તે માટે બે વર્ષ માટે આ રથ ફરવાનો છે.






Latest News