મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ઋષભનગરમાં વૃદ્ધાના ગાળામાંથી સોનાના ચેન-પેન્ડલની ચીલઝડપ કરનારા આરોપી ઝડપાયો


SHARE







મોરબીના ઋષભનગરમાં વૃદ્ધાના ગાળામાંથી સોનાના ચેન-પેન્ડલની ચીલઝડપ કરનારા આરોપી ઝડપાયો

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ઋષભનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધા થોડા દિવસો પહેલા પોતાના ઘર પાસે ઓટલા ઉપર બેઠા હતા અને તેઓએ પોતાના ગાળામાં સોનાનો ચેન પેન્ડલ સાથે પહેર્યો હતો અને કોઈ અજાણ્યો શખ્સ ત્યાં મોપેડ લઈને આવ્યો હતો અને તેને વૃદ્ધના ગાળામાં પહેરાલા સોનાના ચેનની ચીલઝડપ કરી હતી ત્યારે ચેન તૂટી જવાના કારણે અડધો ચેન અને સોનાનું પેન્ડલ આરોપીના હાથમાં આવી ગયું હતું જેની ચોરી કરીને તે ભાગી ગયેલ હતો જેથી ૭૬ હજાર રૂપીયાની કિંમતના સોનાના ચેન અને પેન્ડલની ચોરી કરવામાં આવી હોવાની વૃદ્ધાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઋષભનગર-૩ માં રહેતા લાભુબા પ્રવીણસિંહ જાડેજા જાતે દરબાર (ઉ.૬૫) થોડા દિવસો પહેલા પોતાના ઘર પાસે ઓટલા ઉપર બેઠા હતા ત્યારે અજાણ્યો શખ્ મોપેડ ઉપર ત્યાં આવ્યો હતો અને તેને વૃદ્ધાએ પોતાના ગળામાં પહેરેલા સોનાના ચેનની ચીલઝડપ કરી હતી જેથી ચેન તૂટી ગયો હતો અને અડધો ચેન તેમજ પેન્ડલ લઈને આરોપી નાશી ગયો હતો જેથી વૃદ્ધાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તેઓએ પોતાના ગાળામાં ત્રણ તોલાનો સોનાનો ચેન અને પેન્ડલ પહેર્યું હતું જેની આરોપીએ ચીલ ઝડપ કરી હતી અને ચેન તૂટી જવાથી અડધો ચેન અને સોનાનું પેન્ડલ લઈને આશરે દોઢ તોલા જેટલા સોનાની ચોરી કરવામાં આવી હતી જેથી ૭૬૦૦૦ ના સોનાની ચોરી થઈ હોવાની અજાણ્યા શખ્સો સામે વૃદ્ધાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને હાલમાં આ ગુનામાં શક્તિ ઉર્ફે ટબૂડી વિનુભાઇ સોલંકી (૩૭) રહે, મનહરપરા ભાવનગર રોડ, રાજકોટ વાળાની પીએસઆઈ એલ.એન. વાઢિયાં દ્વારા ધરપકડ કરાઈ છે 






Latest News