સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ મોરબીના તળાવિયા શનાળા-ઘૂટું ગામ નજીક જુગારની બે રેડમાં 13 શખ્સ પકડાયા: 1.79 લાખની રોકડ કબ્જે વાંકાનેર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે મોરબી સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બહેતર સીટી અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના નવાગામ પાસે કારખાનામાં પડી જવાથી ઇજા પામેલા યુવાનનું મોત


SHARE





મોરબીના નવાગામ પાસે કારખાનામાં પડી જવાથી ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી નજીકના લીલાપર પાસે નવાગામ રોડ ઉપર આવેલ સિરામિકના કારખાનામાં કામ કરતા દરમિયાન અકસ્માતે પડી જવાથી ઈજા પામેલ યુવાનને સારવારમાં ખસેડાયો હતો જો કે, તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતનાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લીલાપર નજીક નવાગામ રોડ ઉપર આવેલ આજવિટો સિરામિકના કારખાનાની અંદર રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો મૂલેશભાઈ મુક્મસિંગ કાનેસ (ઉંમર ૨૮) કારખાનામાં કામ કરતો હતો ત્યારે અકસ્માતે પડી જવાથી તેને ઈજા થઈ હતી જેથી તેને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News