મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીના ચિત્રકૂટ ચોક પાસે ઘરમાં જાત જલાવી લેનાર પરિણીતાનું સારવારમાં મોત


SHARE







મોરબીના ચિત્રકૂટ ચોક પાસે ઘરમાં જાત જલાવી લેનાર પરિણીતાનું સારવારમાં મોત

મોરબીના શનાળા રોડ ઉપર જી.આઈ.ડી.સી પાસે આવેલ ચિત્રકૂટ ચોકના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ પોતાના ઘરે બાથરૂમમાં અગ્નિસ્નાન કરી લીધું હતું જેથી ગંભીર રીતે દાઝી ગયેલ મહિલાને સારવાર માટે મોરબીથી રાજકોટ લઈને ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું છે જેથી પોલીસે હાલમાં બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના શનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીના ચોકમાં મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીબેન જયસુખભાઇ કુકરવાડીયા (ઉ.૩૮) ગત તા ૧૦/૨ ના રોજ તેના ઘરે એકલા હતા ત્યારે બાથરૂમમાં જવલંતશીલ પદાર્થ શરીરે છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું જેથી તે ગંભીરપણે દાઝી ગયેલ હાલતમાં તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામ આવેલ હતા અને સારવાર દરમ્યાન તેનું તા ૪/૩ ના રોજ રાજકોટ મોત નીપજયું હતું જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની તપાસ એ.એમ. ઝાપડિયા કરી રહ્યા હતા 






Latest News