સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ મોરબીના તળાવિયા શનાળા-ઘૂટું ગામ નજીક જુગારની બે રેડમાં 13 શખ્સ પકડાયા: 1.79 લાખની રોકડ કબ્જે વાંકાનેર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે મોરબી સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બહેતર સીટી અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના રેલવે સ્ટેશન ખાતે સારાઅલી ખાનની હાજરીમાં ફિલ્મનું શુટીંગ કરાયુઃ ચાહકો ઉમટ્યા


SHARE





મોરબીના રેલવે સ્ટેશન ખાતે સારાઅલી ખાનની હાજરીમાં ફિલ્મનું શુટીંગ કરાયુઃ ચાહકો ઉમટ્યા

મોરબી જીલ્લાના જુદાજુદા લોકેશન ઉપર હિન્દી ફિલ્મ ગેસ લાઈટનું શૂટિંગ શરૂ થયુ છે ત્યારે અભિનેત્રી સારાઅલી ખાન અને ચિત્રાંગદાસિંહ તેમજ અભિનેતા વિક્રાંત મૈસી સહિતના કલાકારોનો કાફલો હાલમાં મોરબી જીલ્લામાં પહોચ્યા છે અને આ ફિલ્મના શુટીંગમાં કેટલાક દ્રશ્યો મોરબીના ઐતિહાસિક રેલવે સ્ટેશન ખાતે સારાઅલી ખાનની હાજરીમાં શુટ કરવામાં આવ્યા હતા

મોરબી અને વાંકાનેરમાં અગાઉ અનેક હિન્દી ફિલ્મના શુટીંગ કરવામાં આવેલ છે ત્યારે હાલમાં હિન્દી ફિલ્‍મ ગેસ લાઈટનું શુટીંગ મોરબી જીલ્લાના જુદાજુદા લોકેશન ઉપર કરવામાં આવી રહ્યુ છે અને આ ફિલ્મમાં બૉલીવુડના કલાકાર સારાઅલી ખાન, ચિત્રાંગદાસિંહ તેમજ અભિનેતા વિક્રાંત મૈસી સહિતના મોરબી જીલ્લામાં આવી પહોચ્યા છે  અને વાંકાનેરના પેલેસમાં અને મોરબી જીલ્લાના જુદાજુદા સેન્ટરો ઉપર હાલમાં હિન્દી ફિલ્મનું શૂટિંગ ચાલી રહેલ છે ત્યારે મોરબીના ઐતિહાસીક રેલવે સ્ટેશન ખાતે આ ફિલ્મના શૂટિંગ માટે સેટ ગોઠવવામાં આવ્યો હતો અને સારાઅલી ખાનની હાજરીમાં મોરબીના રેલવે સ્ટેશન ખાતે હિન્દી ફિલ્મ ગેસ લાઈટનું શૂટિંગ કરવામાં આવ્યુ હતુ ત્યારે તેના ચાહકો સારાઅલી ખાનની એક ઝલક જોવા માટે મોરબીના રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા સુત્રોના કહેવા મુજબ લગભગ એક મહિના સુધી મોરબી જીલ્લાના જુદાજુદા લોકેશન ઉપર આ ફિલ્મનું શુટીંગ થવાનું છે






Latest News