મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

રાજ્ય કક્ષાએ કલા ઉત્સવની વક્તૃત્વ સ્પર્ધામાં મોરબી જિલ્લાના મોટી બરાર ગામની મોડેલ સ્કૂલની વિદ્યાર્થિની રાઠોડ રાજવીબા વિજેતા


SHARE







રાજ્ય કક્ષાએ કલા ઉત્સવની વક્તૃત્વ સ્પર્ધામાં મોરબી જિલ્લાના મોટી બરાર ગામની મોડેલ સ્કૂલની વિદ્યાર્થિની રાઠોડ રાજવીબા વિજેતા

મોટી બરાર ગામની મોડેલ સ્કૂલની વિદ્યાર્થિની રાઠોડ રાજવીબા જયદીપસિંહ મોરબી જિલ્લાનું નેતૃત્વ લઈ રાજ્ય કક્ષાના કલા ઉત્સવ 2021-22માં ભાગ લીધો હતો.જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની કલા ઉત્સવ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા 2021-22 યોજાયેલ હતી.જેમાં મોડેલ સ્કૂની વિદ્યાર્થિની જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પર વિજેતા થઈ રાજ્ય કક્ષાએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઇ મોરબી જિલ્લાને ગૌરવાન્વિત કરતું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યુ હતું.તે બદલ  GCERTના અધ્યાપક અંકિતાબેન ત્રિવેદી તથા અન્ય મહાનુભાવોના હસ્તે શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર મેળવી સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે આ વિદ્યાર્થિનીએ રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી મોરબી જીલ્લાનું અને મોડેલ સ્કૂલનું ગૌરવ વધારવા  બદલ  મોડેલ  સ્કૂલ મોટીબરારના આચાર્ય બી.એન.વીડજા તથા શાળા પરિવાર દ્વારા હર્ષ સાથે અભિનંદન સહ શુભેચ્છાઓ  આપવામાં આવેલ છે 






Latest News