સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ મોરબીના તળાવિયા શનાળા-ઘૂટું ગામ નજીક જુગારની બે રેડમાં 13 શખ્સ પકડાયા: 1.79 લાખની રોકડ કબ્જે વાંકાનેર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે મોરબી સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બહેતર સીટી અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ગૌરવવંતી અને વાંકાનેર તાલુકાની અદકેરી ગ્રાન્ટેડ હાઈસ્કૂલ એટલે તીથવા હાઈસ્કૂલ


SHARE





મોરબી જિલ્લાની ગૌરવવંતી અને વાંકાનેર તાલુકાની અદકેરી ગ્રાન્ટેડ હાઈસ્કૂલ એટલે તીથવા હાઈસ્કૂલ

છેલ્લા ૬ વર્ષમાં ચાર વખત રાજ્ય કક્ષાએ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું

ગત તા.૨ ને બુધવારના રોજ જી.સી.ઇ.આર.ટી-ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલિમ ભવન-રાજકોટ, મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-મોરબી આયોજિત ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ઓન લાઇન મોડમાં યોજવામાં આવેલ હતુ.જેનું પરિણામ જાહેર થતા શાળાનું નામ પસંદ થતા શાળાના વિદ્યાર્થીઓ, માર્ગદર્શક શિક્ષક તથા શાળા પરિવારને સૌ અભિનંદન પાઠવી રહ્યા છે અને આગામી સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.આ ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં કૂલ પાંચ વિભાગ રાખવામાં આવેલ હતા.હાલની કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓન લાઇન મોડના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવેલ હતુ.જેમાં વિભાગ-૩ સોફ્ટવેર એન્ડ એપ્સ નામના વિભાગમાં શાળાની કૃતિ "જેસ્ચર કંટ્રોલ રોબોટ" રાજ્ય કક્ષાએ સ્પર્ધા માટે પસંગી પામેલ.આ જેસ્ચર કંટ્રોલ રોબોટ વિવિધ ક્ષેત્રોમાં વિશાળ ઉપયોગીતાને જોતા ભવિષ્યમાં તે ખૂબ ઉપયોગી સાબિત થશે.આ કૃતિ યુટયુબ લિંક https://youtu.be/vmyULLfrBtA ઉરર પણ આપ ઈચ્છો તો જોઈ શકશો.અગાઉના વર્ષોમાં પણ શ્રી તીથવા હાઈસ્કૂલ-તીથવાએ શ્રેષ્ઠ કૃતિઓની રચના કરી, શ્રેષ્ઠ દેખાવ કરીને રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ છે.આ વર્ષની કૃતિ તૈયારી માટે શાળાના વિદ્યાર્થીઓ ચૌધરી મુબિરા, અને માથકિયા તસ્કિન તથા વિજ્ઞાન શિક્ષક બી.ડી.ગોપાણીને આચાર્ય ડૉ.ડી.એન.પરબતાણી, સમગ્ર શાળાના ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News