હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

હળવદના સુખપર પાસે કાર ડિવાઇડર સાથે અથડાતાં વૃધ્ધાનું મોત, દંપતી-દીકરીને ઇજા


SHARE









હળવદના સુપર પાસે કાર ડિવાઇડર સાથે અથડાતાં વૃધ્ધાનું મોત, દંપતી-દીકરીને ઇજા

હળવદના સુપર ગામ પાસેથી પસાર થતી કાર પુલ ઉપરના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી જેથી કરીને કારમાં બેઠેલ ચાર વ્યક્તિઓ પૈકીના એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે જ્યારે પતિ-પત્ની અને તેની દીકરીને ઇજા થયેલ છે માટે હળવદમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ ગયા છે

જાણવા મળતી વિગત પ્રમાણે આજે સવારના સમયે અમદાવાદ તરફથી મોરબી બાજુ એક પરિવાર પોતાની કાર નંબર જીજે ૧ એફટી ૧૬૭૧ લઈને આવી રહ્યો હતો ત્યારે સુપર ગામના પાટિયા પાસે આવેલ પુલના ડિવાઈડર સાથે તેઓની કાધડાકાભેર અથડાઈ હતી જેથી કરીને કારમાં બેઠા ધર્મેશભાઈ દેવેન્દ્રભાઈ, તેમના પત્ની વિમળાબેન ધર્મેશભાઈ અને તેમની દીકરી હેમાંગીબેન ધર્મેશભાઈને ઇજાઓ થયેલ છે જો કે, એક વૃદ્ધ મહિલાને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતુ. જોકે ધર્મેશભાઈ અને તેની પત્ની તેમજ દીકરીને હળવદની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે તેઓને સુરેન્દ્રનગર લઈ ગયા છે તેવું હાલમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે 




Latest News