હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

હળવદના નવા ધનાળા પાસે સર્જાયેલ અકસ્માતના બનાવમાં વૃદ્ધે ભત્રીજા સામે નોંધાવી ફરિયાદ


SHARE









હળવદના નવા ધનાળા પાસે સર્જાયેલ અકસ્માતના બનાવમાં વૃદ્ધે ભત્રીજા સામે નોંધાવી ફરિયાદ

હળવદ તાલુકામાં આવેલા નવા ધનાળા પાસે બુધવારે વહેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કાર રોડ સાઈડથી નીચે ઉતરી જતા કારમાં બેઠેલા એક જ પરિવારના પાંચ વ્યક્તિઓ પૈકી કચ્છની બે મહિલા સહિત કુલ ત્રણ લોકોના મોત નિપજયા હતા જેમાં માતા-પુત્રનો સમાવેશ થાય છે અને આ પરિવાર મહારાષ્ટ્રથી ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે કચ્છ પોતાના વતન દેશલપર ગામે જતો હતો હાલમાં પોલીસે ઇજા પામેલા વૃદ્ધની ફરિયાદ લઈને કાર ચલાવતા તેના ભત્રીજા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

હળવદ તાલુકામાં આવેલા નવા ધનાળા પાસે બુધવારે વહેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો હતો જે ગોઝારા અકસ્માતમાં મહારાષ્ટ્ર પાર્સિંગની ટોયોટા ફોર્ચ્યુનર કાર નંબર એમએચ ૪ એફપી ૫૦૫૧ રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ હતી જેથી કરીને કારમાં બેઠેલા કુલ પાંચ લોકો પૈકી બે મહિલાઓ સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા અને એક વૃધ્ધ સહિત બે વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હાલમાં આ બનાવમાં દેશલપર ગામના રહેવાસી વસ્તાભાઇ નારયણભાઇ ભુસણ જાતે પટેલ (ઉ.૭૫)એ તેના ભત્રીજા ઋતિક મોનાભાઇ ભુસણ જાતે પટેલ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઋતિક ભુસણ દ્વારા કારને રોડ સાઇડમાં ઉતારી દેવામાં આવતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેના પત્ની સામુબેન વસ્તાભાઇ ભુસણ જાતે પટેલ (૭૦), દીકરો રમેશભાઈ વસ્તાભાઇ ભુસણ જાતે પટેલ (૫૦) અને મોંઘીબેન મોનાભાઈ ભુસણ જાતે પટેલ (૫૦) ના મોત નિપજ્યાં હતા અને કારમાં બેઠેલા ફરિયાદી અને આરોપીને પણ ઇજાઓ થયેલ હતી હાલમાં પોલીસે અકસ્માતના આ બનાવમાં ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે




Latest News