મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના માટેલ ગામે પદયાત્રાએ આવી રહેલ અંજારના પદયાત્રિકોના સંઘ પૈકી એકનું વાહન અકસ્માતમાં મોત


SHARE







 

મોરબીના માટેલ ગામે પદયાત્રાએ આવી રહેલ અંજારના પદયાત્રિકોના સંઘ પૈકી એકનું વાહન અકસ્માતમાં મોત

મોરબીના માળીયા હાઈવે ઉપર વહેલી સવારના અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતા અંજાર તરફથી માટેલ પદયાત્રાએ જતાં સંઘ પૈકીના એક યુવાનનું કમકમાટીભર્યુ મોત નિપજયુ હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ રામદેવ હોટલની પાસેથી પગપાળા જઈ રહેલા લખુભાઇ જીવાભાઇ કાનગઢ જાતે આહીર નામના ૪૦ વર્ષીય રહે.નગાવલાડીયા તાલુકો અંજાર (કચ્છ) ના વતની યુવાનને અજાણ્યા ટ્રક ચાલકે વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં હડફેટે લીધો હતો જેથી ઇજાગ્રસ્ત લખુભાઇ કાનગડને સારવાર માટે અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન લખુભાઇ જીવાભાઇ કાનગઢ નામના ૪૦ વર્ષીય યુવાનનું મોત નિપજતાં તેમના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જેને પગલે જાણ થતાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ આગળની તપાસ હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું કે કચ્છના અંજારના નગાવલાડીયાના વતની લખુભાઇ કાનગડ સંઘ સાથે અંજાર બાજુથી મોરબીના માટેલ ગામે માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે મોરબીના માળીયા હાઈવે ઉપર રામદેવ હોટલ પાસે તેમને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે તેઓનું કમકમાટીભર્યુ મોત નિપજયું છે.






Latest News