મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રણ બહેનોના એકના એક ભાઈએ ગળેફાસો ખાઇ લેતાં મોત


SHARE











મોરબીમાં ત્રણ બહેનોના એકના એક ભાઈએ ગળેફાસો ખાઇ લેતાં મોત

મોરબીના વાવડી રોડ વિસ્તારમાં રહેતા ભરવાડ યુવાને તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત નીપજયું હતું.પરિવારના આધારસ્તંભ સમાન અને ત્રણ બહેનોના એકના એક ભાઈ એવા પરિણીત ભરવાડ યુવાને ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના વાવડી રોડ ઉપર આવેલ ભગવતીપરા વિસ્તારમાં રહેતા કિશનભાઇ હિંદુભાઈ ખીંટ જાતે ભરવાડ નામના ૨૫ વર્ષીય પરિણીત યુવાને ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજતાં મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જેથી બનાવને પગલે હમીરભાઇ ગોહિલે પ્રાથમિક તપાસ કરતા ખુલ્યુ હતુ કે મૃતક કિશનભાઇ ભરવાડ પરણીત હતા અને લગ્નને સાત-આઠ વર્ષ થયા બાદ પણ તેઓને હાલ સંતાનમાં કંઈ ન હતું.તેમજ છેલ્લા લોકડાઉનના સમયથી સિરામિકમાં કામ ધંધો (નોકરી) પણ બરોબર મળતી ન હોય અને આર્થિક સંકળામણ રહેતી હોય તે બાબતને લઇને અંતિમ પગલું ભર્યું હોય તેવું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળી રહ્યું છે. બનાવની કરૂણાંતિકા મુજબ મૃતક કિશનભાઇ ભરવાડ ત્રણ બહેનોના એકના એક ભાઈ હતાં અને વૃદ્ધ દંપતીના આધાર સમાન યુવાનનું મોત નિપજતાં મૃતકના પત્ની સહિતનો પરિવાર નોંધારો બન્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં રહેતા કાળુભાઈ વિઠ્ઠલભાઈ ઇંદરિયા નામનો એકવીસ વર્ષીય યુવાન મોરબી-રાજકોટ હાઇવે ઉપર બોલેરોમાં જતો હતો ત્યારે અજંતા પાસે બોલેરોમાંથી નીચે પડી જતાં કાળુભાઈ ઇંદરીયાને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ કરી હતી.જ્યારે હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામના ભૌતિક માવજી કંજારીયા નામના એકવીસ વર્ષીય યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદના જ મેરૂપર ગામે રહેતી પ્રિન્સી કલ્પેશભાઈ તડવી નામની આઠ વર્ષીય બાળકી બાઈકમાં બેસીને જતી હતી તે સમયે બાઇકમાંથી અકસ્માતે નીચે પડી જતાં ઇજાગ્રસ્ત પ્રિન્સી તડવીને અહીં આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.






Latest News