મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

સુત્રાપાડામાં ઘરમાં ગેસ લીકેજથી લાગેલી આગમાં દાઝી ગયેલ બાપ-દીકરી બાદ માતાનું મોરબીમાં સારવારમાં મોત


SHARE







સુત્રાપાડામાં ઘરમાં ગેસ લીકેજથી લાગેલી આગમાં દાઝી ગયેલ બાપ-દીકરી બાદ માતાનું મોરબીમાં સારવારમાં મોત

વેરાવળના સુત્રાપાડામાં કાનવાદળી ગામે ગેસની નળીના લીકેજથી ઘરમાં આગ લાગી હતી જેથી કરીને પતિ-પતિની અને તેનો દીકરી દાઝી ગયા હતા જેથી તેને સારવારમાં ખસેડાયા હતા આ બનાવમાં પહેલા પતિ અને દીકરીનું મોત થયું હતું અને હાલમાં મોરબીમાં સારવાર માટે લઈ આવવામાં આવેલ મહિલાનું પણ સારવારમા મોત નીપજયું છે તેવું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળેલ છે 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સુત્રાપાડાની રહેવાસી મોતીબેન પરેશભાઈ વાંઝા (૨૫) તથા તેના પતિ પરેશભાઈ વાંઝા અને એક દીકરી ગત તા. ૧૧/૧ ના રોજ પોતાના ઘરે ગેસની પાઇપ લીકેજ થતાં લાગેલી આગમાં દાઝી ગયા હતા જેથી તેને ત્યાં  સારવારમાં લઈ ગયા હતા જો કે, પરેશભાઈ વાંઝા અને તેની દીકરીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજયું હતું જો કે, મોતીબેન પરેશભાઈ વાંઝાને વધુ સારવાર માટે તેના કુંટુંબી મોરબીની આયુષ હોસ્પિટલએ લઈને આવ્યા હતા અને મોરબીની આયુષ હોસ્પિટલ સારવાર દરમ્યાન મોતીબેન નામની મહિલાનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે સિવિલ  હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલ પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ ઘરમાં આગ લાગવાના આ બનાવમાં ઘરમાં રહેલ ચાર વ્યક્તિમાંથી ત્રણ દાઝી ગયા હતા જેમાં મહિલાના પતિ અને દીકરીનું પહેલા મોત થયું હતું અને હાલમાં મહિલાનું મોત નીપજયું છે જો કે, એક નાનું બાળક ઘરમાં સૂતું હતું જેને કશું જ થયું ન હતું


અકસ્માતમાં બેને ઈજા

મોરબીના સામાકાંઠે આવેલા ઘુંટુ રોડ ઉપરના સનવર્લ્ડ સિરામિકના લેબર કવાટપમાં રહીને મજૂરીકામ કરતાં નિતાઇદાસ બલાઇ (૨૯) અને દેવેન્દ્ર જગન્નાથ મોહંન્તો (૨૭) નામના બે યુવાનો બાઈકમાં ડબલ સવારીમાં ઘુંટું રોડ ઉપરથી જતા હતા ત્યારે સિમ્પોલો સીરામીકના લેબર કવાટર નજીક ગતરાત્રિના બે વાગ્યાના અરસામાં તેઓનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી બન્નેને સારવાર માટે સામેકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ નિતાઇદાસ બલાઇ વધુ ગંભીર જણાતા હાલ તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હોવાનું તાલુકા પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે.હાલ તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ એન.જે.ખડીયા દ્વારા બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News