મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સજોડે ઝેરી દવા પિનાર યુવતી બાદ યુવાનનું પણ મોત નીપજયું


SHARE







વાંકાનેરમાં સજોડે ઝેરી દવા પિનાર યુવતી બાદ યુવાનનું પણ મોત નીપજયું

વાંકાનેરના આરોગ્યનગરમાં કૌટુંબિક મામાના ઘરે આવેલ ભાણીએ તેના મામાના ઘર પાસે રહેતા યુવાન સાથે પ્રેમસબંધ હતો અને બન્નેએ સજોડે ઝેરી દવા પી લેતા બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે લઈને ગયા હતા ત્યારે પહેલા યુવતીનું મોત નીપજયું હતું અને હાલમાં સારવાર દરમ્યાન યુવાનનું પણ મોત નીપજયું છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે થોડા દિવસો પહેલા વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા દેવરાજભાઈ જયંતિભાઇ માનસુરિયા (૨૦) અને વાંકાનેરના ધમલપર ગામે રહેતી રીટાબેન રાજુભાઈ અંબાસણ (૨૦)  એકી સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેથી બંન્ને ઝેરી અસર થઇ હોવાથી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા જો કે, યુવતીનું રાજકોટ સારવાર માટે લઈને જતાં હતા ત્યારે રસ્તામાં જ અગાઉ મોત નીપજયું હતું અને યુવાન સારવાર હેઠળ હતો જો કે, યુવાનનું પણ રાજકોટ ખાતે સારવારમાં મોત નીપજયું છે તેવું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે હાલમાં આપઘાતના આ બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News