મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા ગામે મંદિર તેમજ દુકાનમાં ચોરી


SHARE







ટંકારાના ઘુનડા ગામે મંદિર તેમજ દુકાનમાં ચોરી

મોરબીના ટંકારા તાલુકાના ધુનડા (સજ્જનપર) ગામે આવેલ રવેચી માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તસ્કરોએ મંદીરમાંથી ચાંદીના કિંમતી આભૂષણો સહિતનો મુદામાલ ઉઠાવી ગયા હતા.ગામની વચ્ચેના મંદિરમાં ચોરીથી ઘટનાથી ગ્રામજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

ટંકારા તાલુકાના ધુનડા (સજ્જનપર) ગામે આવેલ રવેચી માતાજીના મંદિરમાંથી તસ્કરો ચાંદીના ચાર મુગટ કિંમત આશરે દોઢેક લાખની કિંમતના મુદામાલની ચોરી કરી ગયા હોવાનુ જાણવા મળેલ છે.તે ઉપરાંત એક પાનના ગલ્લાનું શટર પણ ઉંચકીને તસ્કરે ચોરીની ઘટનાને અંજામ આપવા પ્રયાસ કર્યો હતો જોકે તે પહેલા ગામજનો જાગી જતા ચોર અંધારામાં ઓગળી ગયા હતા.ચોરીની આ ધટના અંગે ટંકારા પોલીસને જાણ કરાતા તાત્કાલિક ધટના સ્થળે દોડી આવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જો કે સઘન નાઇટ પેટ્રોલીંગ ઉપર સવાલો ઉઠી રહ્યા છે.






Latest News