મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના રણછોડનગરમાં યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE











મોરબીના રણછોડનગરમાં યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આપઘાતના બનાવની મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રણછોડનગર વિસ્તારમાં રહેતા ગુણવંતભાઈ વૈષ્ણવના ૨૬ વર્ષના દીકરા હાર્દિકે પોતાના જ ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને હાર્દીકનો મૃતદેહ પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ મથકના વી.ડી.મેતાએ બનાવની નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરી છે.

દેશી દારૂ પકડાયો

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સિરામિક કારખાના પાસે રોડ ઉપરથી નંબર પ્લેટ વગરનું બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી ૧૪૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૨૮૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક એમ કુલ મળીને ૧૨,૮૦૦ ના મુદ્દામાલ સાથે જયંતીભાઈ ઉર્ફે મુંડી કાનજીભાઈ માથાસૂર્યા જાતે દેવીપૂજક (ઉમર ૨૨) રહે.માટેલ પ્રાથમિક શાળાની બાજુમાં ખરાબામાં ઝૂંપડામાં મૂળ રહે.સુરેન્દ્રનગર જિલ્લાના કાનપર ગામ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં તપાસ ચાલુ કરેલ છે.






Latest News