મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપરનો બનાવ: ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા ટાયરના જોટા નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત મોરબી નજીક કારખાનના માટી વિભાગમાં કામ કરતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન અને ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા હિન્દુ સંગઠનની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ અને દાઉદી વ્હોરા સમાજ દ્વારા ધ્વજવંદન કરાયું


SHARE







મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ અને દાઉદી વ્હોરા સમાજ દ્વારા ધ્વજવંદન કરાયું

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સ્કાઈ મૉલ ખાતે ગૌરવભેર ધ્વજવંદન કરાયું હતું અને યંગ ઇન્ડિયા ગ્રુપે પ્રજાસત્તાક પર્વની ગરીમાસભર ઉજવણી કરી હતી અને યુવાનોને આદર્શ ભારતીય નાગરિક બનવાના શપથ લેવડાવ્યા હતા. આ તકે દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગણતંત્ર દિવસ નિમિત્તે સ્કાય મોલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામા આવ્યો હતો અને રાષ્ટ્રના દરેક નાગરિકની શાંતિ તથા એકતા માટે દરેક નાગરિકને ન્યાય સ્વતંત્રા અને સમાન અધિકારો માટે લડવાનો સંકલ્પ કરીને વતનની ભૂમિને ગૌરવ થાય તેવા નાગરિક બનવાનો સંકલ્પ યુવાનોને લેવડાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આવી રીતે મોરબીમાં દાઉદી વ્હોરા સમાજના લોકો દ્વારા પ્રજાસત્તાક દીનની રાજ હોલની બાજુમાં આવેલ ઈડન ગાર્ડન ખાતે ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમાજના લોકો અને તેમના ધર્મગુરુ આમીલ સાહેબ ખુજેમાંભાઈએ હાજરી આપેલ હતી.






Latest News