વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીની રોટરી ગ્રામ(અ.) અને બંધુનગર શાળામાં દીકરીઓના હસ્તે ધ્વજ વંદન કરાયું


SHARE







મોરબીની રોટરી ગ્રામ(અ.) અને બંધુનગર શાળામાં દીકરીઓના હસ્તે ધ્વજ વંદન કરાયું

મોરબીના રોટરી ગ્રામ(અ.) પ્રાથમિક શાળામાં ગણતંત્ર દિવસની ઉજવણી સરકારની ગાઇડ લાઈન મુજબ કરવામાં આવી હતી. જેમાં ધ્વજ વંદન ગામમાં વધુ ભણેલ દીકરી પાંચોટીયા સ્નેહા રાજેશભાઈના હાથે કરવામાં આવેલ હતું આ તકે અમરનગર ગ્રામ પંચાયતના નવા બનેલા સરપંચ છત્રોલા રવિ ગુણવંતભાઈ અને SMCના અધ્યક્ષ પાંચોટિયા હર્ષદ નવીનભાઈએ ખાસ હાજરી આપી હતી અને પોતાની રાષ્ટ્રીય જવાબદારી  નિભાવી હતી. આ તકે શાળાની ભૌતિક સુવિધામાં વધારો થાય અને બાળકોને ટેકનોલોજીના માધ્યમથી સારું શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી બંને મિત્રોએ ઉત્તમ કક્ષાનું ૨૫૦૦૦ ની કિંમતનું ટેલિવિઝન શાળાને દાનમાં આપેલ છે આ તકે શાળાના આચાર્ય સરડવા મણિલાલ વાલજીભાઈ તરફથી બંને મિત્રોને અભિનંદન પાઠવવામા આવ્યા હતા અને આવી જ રીતે મોરબીના બંધુનગર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી અને સૌથી વધુ ભણેલી દીકરી માધવીબેન પટેલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું આ તકે બંધુનગર પ્રાથમિક શાળાના આચાર્ય અમુલભાઈ જોષી, સરપંચ શૈલેષભાઈ પટેલ, જયેશભાઈ સદાતિયા તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા




Latest News