મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી


SHARE









મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી

મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર ચોકડી પાસેના સર્કલને રાષ્ટ્રવીર રણછોડદાસ પગીનું નામ આપવા તથા ન્યૂ હાઉસિંગ બોર્ડના મુખ્ય માર્ગને રબારી સમાજના અગ્રણી લોકસેવક સ્વ. પરબતભાઈ રબારીનું નામ આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી જે બંને નામકરણની પહેલને શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા હર્ષભેર વધાવી લેવામાં આવી છે.

શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રવીર રણછોડદાસ પગીનું જીવન દેશભક્તિ, સાહસ અને રાષ્ટ્રસેવાનું પ્રેરક ઉદાહરણ છે, જ્યારે સ્વ. પરબતભાઈ રબારીએ લોકસેવા, સમાજહિત અને માનવતાના ક્ષેત્રે આપેલું યોગદાન હંમેશાં યાદગાર રહેશે. આવા મહાનુભાવોનાં નામ જાહેર સ્થળો સાથે જોડાય તે ગૌરવની વાત છે. વધુમાં કહ્યું હતું કે, રબારી સમાજની લાગણી અને માગણીને માન આપીને બંને દરખાસ્તોને મંજૂર કરવામાં આવેલ છે તે બદલ મોરબી મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને અભિનંદન આપીને આભાર વ્યક્ત કર્યો હતો. અને સમાજના લોકસેવકને જાહેર સ્તરે સન્માન આપવાની આ પહેલથી રબારી સમાજમાં આનંદની લાગણી છે.




Latest News