મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ


SHARE









મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ

મોરબીના નવલખી રોડ ઉપર કંડલા બાયપાસ પાસે રહેતા પરિવારની સગીર દીકરી ઘરેથી ખરીદી કરવા માટે જવાનું કહીને નીકળી હતી ત્યારબાદ ઘરે પછી નહીં આવતા હાલમાં સગીરાના પરિવારજન દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

મોરબીના નવલખી રોડ ઉપર કંડલા બાયપાસ પાસે રહેતા પરિવારની સગીર દીકરી ગત તા. 23/9 ના રોજ સાડા નવ વાગ્યાના અરસામાં ઘરેથી ખરીદી કરવા માટે જવાનું કહીને નીકળી હતી ત્યાર બાદ તે ઘરે પછી આવેલ નથી અને તેની શોધખોળ કરવા છતાં કોઈ જગ્યાએથી તે સગીરાનો પતો લાગ્યો નથી જેથી સગીરાના પરિવારજનો દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ વી.એલ. વાઘેલા ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં

મોરબીમાં સામાકાંઠે આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા યોગરાજસિંહ વિક્રમસિંહ ઝાલા (38) નામના યુવાને જીઈબી પાસે શ્યામ પાન નજીક નાસ્તાની દુકાને નાસ્તો કર્યા બાદ ઉલ્ટી થવા લાગી હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News