મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ


SHARE









મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ

મોરબીના ભવાની ચોકમાં ગરબી કરવામાં આવે છે ત્યાં રાત્રિના સમયે ટ્રાફિક નહીવત હતો ત્યારે બેફામ ગતિમાં સ્કોર્પોયો ગાડીનો ચાલાક પોતાની ગાડી લઈને પસાર થતો હોય તે પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે જોકે આ સ્કોર્પિયો ગાડીની પાછળ ત્રિપલ સવારી બાઈકમાં આવેલા ત્રણ શખ્સો તેનો પીછો કરતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે ત્યારે સ્કોર્પિયો ગાડીનો ચાલક કોણ છે ? તેની પાછળ હતા તે શખ્સો કોણ હતા ? તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવેલ છે અને હાલમાં પોલીસ દ્વારા સ્કોર્પિયો ગાડી તથા ગાડીના ચાલકનો મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવેલ છે. જો કે, ગાડીના ચાલકને શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે

મોરબી શહેરમાં નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી પોલીસ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જો કે, ગુરુવારે રાત્રિના 11 થી 12 વાગ્યાના અરસામાં મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ ભવાની ચોક વિસ્તારમાંથી સ્કોર્પિયો ગાડી નંબર જીજે 36 એઆર 1547 નો ચાલક પોતાના હવાલા વાળી ગાડી લઈને પસાર થયો હતો અને તેને પોતાની ગાડી બેદરકારીથી ચલાવી હતી આટલું જ નહીં ગરબી ચોક પાસે લોકોને બેસવા માટે રાખવામાં આવેલ ખુરશીઓને હડફેટે લીધી હતી જોકે, એક ખુરશીમાં બેઠેલા બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો અને ત્યારબાદ આગળ જતાં કાર પાસે ઊભા રહીને વાત કરી રહેલા યુવાનને પણ હડફેટે લે તે પ્રકારે સ્કોર્પિયો ગાડીનો ચાલાકે પોતાનું વાહન ચલાવ્યું હતું આ ઘટના બની ત્યારે સ્કોર્પિયો ગાડીની પાછળ બાઇક લઈને ત્રિપલ સવારીમાં ત્રણ શખ્સો સ્કોર્પિયો ગાડીનો પીછો કરતાં હોય તેવું પણ જોવા મળી રહ્યું છે જો કે, આ બનાવની તાત્કાલિક એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રસ્તાઓ કોડન કરીને સ્કોર્પિયો ગાડીને રોકવી દીધી હતી પરંતુ સ્કોર્પિયો ગાડી નંબર જીજે 36 એઆર 1547 નો ચાલક મળી આવેલ નથી માટે પોલીસ દ્વારા ગાડીની ચાવી તથા ગાડીમાંથી એક મોબાઈલ ફોન કબજે લેવામાં આવેલ છે અને સ્કોર્પિયો ગાડી કોની છે ? કોણ ચલાવી રહ્યું હતું ? શા માટે સાંકડી શેરીમાંથી બેદરકારી રાખીને ગાડી કાઢી હતી ? તેની પાછળ બાઈકમાં આવી રહેલા શખ્સો કોણ હતા ? તે સહિતની બાબતોની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે




Latest News