મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠક મળી, વિકાસલક્ષી કામોને મંજૂરી અપાઈ


SHARE







મોરબી જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠક મળી, વિકાસલક્ષી કામોને મંજૂરી અપાઈ

મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક ચેરમેનશ્રી જયંતીભાઇ ડી. પડસુંબીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત ભવનના સભાગૃહ ખાતે મળી હતી. જેમાં કારોબારી સમિતિના અન્ય સદસ્યશ્રીઓ, સચિવ-વ- જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા શાખાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિકાસલક્ષી કામોને વેગ આપવા માટે હળવદ-કડીયાણા-માથક-વાંકાનેર રોડનું કામ, માળિયા તાલુકાના સરવડ ગામે કે.જિ.બી હોસ્ટેલ નજીક બોક્સ સેલના બાંધકામ તથા ટંકારા, વવાણીયા, જુના ઘાટીલા ગામે ગ્રામ પંચાયતના નવીન પંચાયત ઘરના બાંધકામ માટેના કામોના ટેન્ડરોને મંજૂરી આપવામાં આવી હતી.

જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમો મોકુફ રખાયા
 
વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા આવતીકાલ તા. ૧૩.૦૧.૨૦૨૨ થી મોરબી જિલ્લાના તમામ સેવાસેતુ કાર્યક્રમો સરકારશ્રી તરફથી નવી સૂચના ન મળે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવેલ છે. આમ સરકારશ્રી દ્વારા મોરબી જિલ્લાના તમામ તાલુકા તેમજ નગરપાલિકા સ્તરે ચાલી રહેલ સેવા સેતુ કાર્યક્રમો જિલ્લા કલેક્ટરશ્રીની સુચનાનુસાર મોકુફ રાખવામાં આવ્યા છે.





Latest News