મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીની મતગણતરી પૂરીઃ ફાઇનલ પરિણામ હાલમાં અનામત, હાઇકોર્ટના ચુકાદાની રાહ


SHARE







વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીની મતગણતરી પૂરીઃ ફાઇનલ પરિણામ હાલમાં અનામત, હાઇકોર્ટના ચુકાદાની રાહ

મોરબી જીલ્લાના વાંકાનેર માર્કેટિંગ યાર્ડની આજે મતગણતરી હતી જેમાં હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવેલ છે જેથી 31 મતને પેન્ડિંગ રાખવામાં આવ્યા છે જેથી કરીને આજે માર્કેટીંગ યાર્ડની ૧૫ બેઠકોની ફાઇનલ મતગણતરીનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ નથી જેથી કરીને હાલમાં જનઆદેશ પેન્ડિંગ રાખવામાં આવેલ છે અને આગામી તારીખ 18 ના રોજ હાઈકોર્ટનો આદેશ આવશે ત્યારબાદ 31 મતનો નિર્ણય થયા પછી વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી નું ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવશે

મોરબી જિલ્લામાં આવતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડ માં વર્ષોથી કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો ચૂંટણીમાં વિજય મેળવતા આવ્યા છે જોકે આ વખતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી અને આજે સવારે મતગણતરી શરૂ કરવામાં આવી ત્યારથી બંને પક્ષના ઉમેદવારો વચ્ચે ચડાવ ઉતાર જોવા મળતો હતો જોકે મતગણતરીમાં સંઘની બેઠક પરથી કોંગ્રેસ પ્રરેરિત ઉમેદવારનો વિજય થયો છે જ્યારે વેપારી તેની અંદર ચાર-ચાર કોંગ્રેસ પ્રરેતિ ઉમેદવારો વિજય બન્યા છે અને જો વાત કરીએ ખેડૂત પેનલની તો કુલ મળીને દસ ઉમેદવારો માટે થઈને બંને પક્ષના 10-10 સભ્યો તેમજ એક અપક્ષ ઉમેદવાર આમ કુલ 21 ઉમેદવારો ચૂંટણીના જંગમાં હતા જોકે મતગણતરીને હાલમાં પૂર્ણ કરવામાં આવે છે અને તેમાં અત્યારના ચિત્રની વાત કરીએ તો હાલમાં કોંગ્રેસના સાત અને ભાજપના ત્રણ ઉમેદવારો વિજેતા થતો હોય તેવું જોવા મળી રહ્યું છે જોકે ચૂંટણી પહેલા હાઇકોર્ટ ની અંદર પીટીશન કરવામાં આવી હતી અને જુદી જુદી ત્રણ પીટીશન જુદી જુદી ત્રણ મંડળીઓના કુલ મળીને 31 મતોને અનામત રાખવામાં આવેલા છે અને આગામી તારીખ 18 ના રોજ હાઇકોર્ટ દ્વારા આ 31 મત માટે થઈને આદેશ કરવામાં આવે ત્યાર પછી તે મતોની ગણતરી કરવામાં આવે અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડનું ફાઇનલ ચિત્ર જાહેર કરવામાં આવશે જો કે હાલમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ભાજપ કે કોંગ્રેસ કોનો વિજય થયો તે સ્પષ્ટ થયું નથી પરંતુ આગામી તારીખ 18 ના રોજ ગુજરાત હાઈકોર્ટમાંથી 31 મત માટે થઈને જે ચુકાદો આવશે તેના આધારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં સત્તાના સૂત્રો કોણ સંભાળે છે તે સ્પષ્ટ થશે




Latest News