મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના રામઘાટ પાસે પુલની રેલિંગની દીવાલ તોડીને કાર નીચે ખાબકી, યુવાન રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના રામગઢ પાસે આવેલ શિતળા માતાના મંદિર પાસે પુલની રેલિંગની દિવાલ તોડીને બ્લેક કલરના વેરના કાર નંબર જીજે ૩૬ એફ ૫૨૪૨ ૩૦ ફૂટ નીચે ખાબકી હતી જેથી કરીને કારમાં સવાર યુવાનને ગંભીર ઇજાઓ થવાથી મોરબી અને બાદમાં વધુ સારવાર માટે હાલમાં રાજકોટ લઇ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રો તેમજ અન્ય સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના પટેલ નગર આલાપ રોડ લવકુશ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ૭૦૪ માં રહેતા અને મૂળ માળિયા-મિયાણા તાલુકાના ખીરઇ ગામના વતની કે જેઓ થોડા સમય પહેલાં રાજકોટ રહેતા હતા અને હાલ મોરબી સ્થાયી થયેલ છે તે ચિરાગભાઈ પ્રેમજીભાઈ ધનજીભાઈ સાણજા નામનો ૩૬ વર્ષીય પટેલ યુવાન ગત રાત્રીના નવેક વાગ્યે તેની વરના કાર લઈને સામાકાંઠેથી મોરબી તરફ આવવા માટે નીકળ્યો હતો અને દરબારગઢ ચોક, શીતળા માતા મંદિર થઇને તે આલાપ રોડ પટેલ નગર વિસ્તારમાં તેના ઘરે જઇ રહ્યોં હતો દરમિયાનમાં શીતળા માતાના મંદિર નજીક આવેલા પાણીના ટાંકા પાસે પુલની રેલીંગની દિવાલ તોડીને તેની વેરના કાર કોઇ કારણોસર ૩૦ ફૂટ નીચે ખાબકી હતી અને જેના લીધે ગંભીર ઇજાઓ થવાથી ચિરાગ પ્રેમજીભાઈ સાણજા નામના ૩૬ વર્ષીય યુવાનને પ્રથમ અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ પેટના ભાગે ગંભીર ઇજાઓ હોવાના પગલે તેને વધુ સારવાર રાતે રાજકોટ સિનર્જી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ છે.

વધુમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇજાગ્રસ્ત ચિરાગ પ્રેમજીભાઈ સાણજા મુળ ખીરઇ ગામના વતની છે અને અગાઉ રાજકોટ રહેતા હતા અને છેલ્લા થોડા સમયથી મોરબીના આલાપ રોડ પટેલનગરમાં આવેલા લવકુશ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર ૭૦૪ માં રહે છે.હાલ ચિરાગભાઈ સાણજા ચાઇનાથી મશીનરીના સ્પેરપાર્ટસ તેમજ કેમિકલ આયાત કરીને તેના ટ્રેડિંગનું કામકાજ કરે છે. દરમિયાનમાં ગઈકાલે રાતના નવેક વાગ્યે તેઓ સામેકાંઠે તેઓની ટ્રેડિંગ ઓફિસેથી પરત ઘરે જવા નીકળ્યા હતા અને દરબારગઢ થઈ શીતળા માતાના મંદિરે નજીક રામઘાટની પાસે પહોંચ્યા ત્યારે કોઈ કારણોસર તેઓની કાર પુલની રેલિંગની દીવાલ તોડીને ૩૦ ફૂટ નીચે નીચે ખાબકી હતી જોકે પાછળ આવતા વાહન ચાલકે અન્યોને અટકાવી નિચે જઇને જોતા પેટના ભાગે ગંભીર ઇજા સાથે ચિરાગભાઈ સાણજાને અહીં ક્રિષ્ના હોસ્પીટલે અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એમ.એમ.દેગામડીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક હળવો થાય તે માટે આ રસ્તો વૈકલ્પિક રીતો ખુલ્લો મુકવામાં આવ્યો છે અને ઘણા લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે જોકે અહીં એક નવી સમસ્યા ધ્યાને આવેલ છે કે અહીં રોડ ઉપર ગૌવંશ માટે ઘાસચારો નાખવા માટે લોકો ઉભા રહી જાય છે અને તેઓ ઘાસચારો રોડ ઉપર જ નાખતા હોવાને લીધે ખૂબ મોટી સંખ્યામાં ઢોર આંટા મારતા હોય છે તેના લીધે આ અકસ્માત સર્જાયો છે કે અન્ય કોઈ વાત છે એ તો તપાસનો વિષય છે. આ રીતે જ મોરબીના સામાકાંઠે જવા માટે કરોડોના ખર્ચે બનેલા બેઠાપુલ ઉપર પણ સવારના ઘઆસચારો લઈને લોકો ઉભા રહેતા હોય છે અને દાનવિરો રોડ ઉપર જ ઉભા રહીને રોડ પાસે ઘાસચારો નાંખતા હોવાનું ધ્યાને આવેલ છે. આવી જ સમસ્યા મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલા ધક્કાવાળી મેલડી માતાના મંદિર નજીક પણ જોવા મળે છે કે જ્યાં મુખ્ય રોડ ઉપર લઈને લોકો ઘાસચારો લઇને વહેંચવા માટે બેસી જાય છે અને આવતાજતા લોકો અને ગૌભક્તો ત્યાંથી જ ઘાસ લઈને રોડ નજીક નાખતા હોય છે જોકે તેના લીધે રસ્તા ઉપર વાહન ચાલકોને અડચણ થાય તે રીતે સતત ઢોર રોડ ઉપર રઝડતા રહે છે અને જેના લીધે કોઇને કોઇ અકસ્માત સર્જાય છે માટે રોડ ઉપર ઘાસચારો લઈને બેસતા લોકોને મુખ્ય રોડ ઉપરથી અંદરના ભાગે હટાવવામાં આવે તે પણ જરૂરી બન્યુ છે. પરંતુ આવી લોકોને કનડતી નાની-નાની સમસ્યાઓ પરત્વે કોઈનું ધ્યાન જતું નથી તે અહિંના અધિકારીઓ અને ખાસ કરીને ચૂંટાયેલા પદાધિકારીઓ માટે પણ શરમજનક જ કહેવાય.






Latest News