મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી પીજીવીસીએલમાં એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી: ટંકારા આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળો


SHARE









મોરબી પીજીવીસીએલમાં એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી: ટંકારા આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળો

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL), વર્તુળ કચેરી-મોરબી દ્વારા રોજગારીની તકો પૂરી પાડવાના હેતુસર એપ્રેન્ટિસ લાઇનમેનની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.૧૦ પાસ તેમજ આઈ.ટી.આઈ. (ઈલેક્ટ્રિકલ/ વાઈરમેન) ઉત્તીર્ણ કરેલા યુવા ઉમેદવારો માટે એક ઉત્તમ તક ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ ભરતી માટે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના 'અનુબંધમ પોર્ટલ' પર જોબ આઈડી નંબર: ૫૪૩૯૦૧૨૧૯ થી જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અન્વયે ઉમેદવારોની વયમર્યાદા ૧૮ થી ૨૫ વર્ષ (નિયમોનુસાર ૫ વર્ષની છૂટછાટ સાથે) નક્કી કરવામાં આવી છે. રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તા. ૨૫-૧૦-૨૦૨૬ સુધીમાં https://anubandham.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી દેવા મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

ટંકારા આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળો

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૧૪ રોજ સવારે ૧૧:૦૦ કલાકે, ટંકારા આઈ.ટી.આઈ ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએસસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું.




Latest News