મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં પાસપોર્ટ સેવા મોબાઇલ વાન તા.૧૪ થી ૧૬ સુધી કાર્યરત રહેશે


SHARE









મોરબીમાં પાસપોર્ટ સેવા મોબાઇલ વાન તા.૧૪ થી ૧૬ સુધી કાર્યરત રહેશે

વિદેશ મંત્રાલયની લોકઉપયોગી પહેલ અંતર્ગત પાસપોર્ટ માટેની એપોઇન્ટમેન્ટ વહેલી તકે સરળતાથી ઉપલબ્ધ થાય અને પાસપોર્ટ સેવાઓનો લાભ નાગરિકોને ઘર આંગણે કે નજીકના સ્થળે મળી રહે તે હેતુથી પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલય, અમદાવાદ દ્વારા મોરબી જિલ્લામાં વિશેષ 'પાસપોર્ટ સેવા મોબાઇલ વાન' ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આગામી તા. ૧૪ થી ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન મોરબીના શોભેશ્વર રોડ પર આવેલી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર કચેરીના જિલ્લા ઇમરજન્સી ઓપરેશનલ સેન્ટર (DEOC) બિલ્ડિંગ ખાતે આ મોબાઇલ વાન કાર્યરત રહેશે.

આ નિર્ધારિત સમયગાળા દરમિયાન ઇચ્છુક અરજદારો પાસપોર્ટ સેવા મોબાઇલ વાન પર પોતાની પાસપોર્ટ અરજી સબમિટ કરવા માટે નવી એપોઇન્ટમેન્ટ બુક કરી શકશે અથવા અગાઉથી બુક કરાવેલી એપોઇન્ટમેન્ટને રિશેડ્યૂલ પણ કરી શકશે. અને એપોઇન્ટમેન્ટ બુક કરાવવા માટે અરજદારોએ સૌપ્રથમ પાસપોર્ટ ઇન્ડિયાની અધિકૃત વેબસાઇટ https://www.passportindia.gov.in/ પર જઈને NORMAL કેટેગરી હેઠળ પાસપોર્ટ અરજી સબમિટ કરવાની રહેશે અને ઓનલાઇન અરજી ફીની ચુકવણી કરવાની રહેશે. ત્યારબાદ વેબસાઇટ પર ફરીથી લોગ ઇન કરી પેમેન્ટ સ્ટેટસ ચકાસીને 'Schedule Appointment' પેજ પર જઈને લોકેશન તરીકે 'Mobile Van Morbi' પસંદ કરીને પોતાની અનુકૂળતા મુજબ એપોઇન્ટમેન્ટ બુક કરી શકાશે. અરજી સબમિટ કરવા આવતી વખતે તમામ અરજદારોએ જરૂરી અસલ દસ્તાવેજોની સાથે તેની એક સેટ સ્વ-પ્રમાણિત ઝેરોક્ષ નકલ પણ સાથે લાવવાની રહેશે. અરજી સાથે રજૂ કરવાના પાત્રતા ધરાવતા જરૂરી દસ્તાવેજોની વિસ્તૃત માહિતી પાસપોર્ટ ઇન્ડિયાની વેબસાઇટ પર ઉપલબ્ધ 'Documents Advisory' વિભાગમાંથી મેળવી શકાશે. મોરબી જિલ્લાના તમામ નાગરિકોને પાસપોર્ટ સેવા મોબાઇલ વાનની આ સુવિધાનો મહત્તમ લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે




Latest News