મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત


SHARE









તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત

હળવદ મોરબી ચોકડી નજીક કણબીપરા જવાના રસ્તા ઉપર બાઇક અને છકડો રિક્ષામાં 11 જેટલા શખ્સો લોખંડના પાઇપ, લાકડાના ધોકા તથા ધારીયા જેવા હથિયારો સાથે જઈ રહ્યા હતા તેઓને રોકવા માટેનો પ્રયાસ પોલીસે કર્યો હતો જો કે રિક્ષામાં બેઠેલા શખ્સે બધાને ઉશ્કેરયા હતા અને “રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી” તેમ કહીને તમામ આરોપીઓને ઘટના સ્થળે ગયા હતા અને ત્યાં મારા મારી કરી હતી જેથી પોલીસની ફરજમાં રૂકાવટ અને જાહેરનામા ભંગ સહિતની કલમ હેઠળ હાલમાં ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદના પોલીસ કર્મચારી ભરતભાઈ નાથાભાઈ ચરમટા (31)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સદ્દામ ઉર્ફે ભાણો રહે. રાજકોટ તથા બાઈક નંબર જીજે 36 એએન 0380 માં આવેલા 3 અજાણ્યા શખ્સો અને છકડો રિક્ષામાં બેઠેલા અજાણ્યા સાત માણસો સામે હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે હળવદ મોરબી ચોકડી નજીક કણબીપરા જવાના રસ્તા ઉપરથી ત્રીપલ સવારી બાઈકમાં લોખંડના પાઇપ અને ધારિયા જેવા હથિયાર સાથે જઈ રહેલા શખ્સોને રોકવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો તો પણ બાઇક વાળા શખ્સો હથિયાર સાથે ત્યાંથી જતાં રહ્યા હતા ત્યારબાદ પાછળથી છકડો રીક્ષામાં 8 જેટલા માણસો બેઠેલા હતા તેના હાથમાં લોખંડના પાઇપ, લાકડાના ધોકા તથા ધારીયા જેવા હથિયારો હતા જેથી છકડો રીક્ષા રોકવા માટેનો પોલીસે પ્રયત્ન કર્યો હતો ત્યારે રિક્ષામાં બેઠેલા આરોપી સદામ ઉર્ફે ભાણો રહે. રાજકોટ વાળાએ રીક્ષા ડ્રાઇવરને કહ્યું હતું કે “રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી” તેમ કહીને સદ્દામ ઉર્ફે ભાણોએ રિક્ષામાં બેઠેલા શખ્સોને સામત ભરવાડને મારી નાખવા માટે ઉશ્કેરીયા હતા દરમિયાન છકડો રીક્ષા વાળાને ના પાડવા છતાં પણ તેને સદામના કહેવાથી રિક્ષા મારી મૂકી હતી અને ત્યાંથી જતાં રહયા હતા અને પોલીસ કર્મચારીની ફરજમાં રુકાવટ કરીને આદેશનું પાલન કર્યું ન હતુ અને જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હતો જેથી હાલમાં પોલીસ કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે 11 જેટલા શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News