મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાના અપરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી જેલ હવાલે 


SHARE









મોરબીમાં સગીરાના અપરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી જેલ હવાલે 

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ દલવાડી સર્કલ નજીક રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ થયું હતું.જે અંગે ફરિયાદ નોંધાવા પામી હતી.જેની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વાય.બી.જાડેજા તથા સ્ટાફના સુરેશભાઈ પટેલ, કિશોરભાઈ મકવાણા વિગેરે ચલાવી રહ્યા હતા.દરમિયાનમાં સગીરાનું અપહરણ કરનાર મનોજ ભકાભાઇ ઉર્ફે ભગાભાઈ દાદુભાઇ પરમાર જાતે સલાટ (૨૦) રહે.દલવાડી સર્કલ ૨૫ વારીયા પાસે કંડલા બાયપાસ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હોય પોલીસ દ્રારા તેની ટંકારાના લજાઈ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને મેડિકલ તપાસ દરમિયાન સગીરા સાથે બળજબરી કરવામાં આવી હોવાનું સામે આવતા પોકસો, અપહરણ અને દુષ્કર્મના ગુનામાં મનોજ ભકાભાઇ પરમાર નામના યુવાનની ધરપકડ કરીનો તેને કોર્ટમાં રજૂ કરાયો હતો.કોર્ટે હુકમ કરતા હાલ તેને જેલ હવાલે કરાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ઈલેક્ટ્રીક શોટ લાગતા સારવારમાં

મોરબી વીસીપરામાં રહેતા પરિવારની મુસ્કાનબેન શેરઅલી મોવર નામની ૨૧ વર્ષની યુવતિને ઘરે કામ દરમિયાન ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હોવાથી સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી. જ્યારે હળવદના ધનાળા ગામે પરીક્ષિત ડેકોર નામના કારખાનામાં રહેતા ગોપાલભાઈ વર્મા નામના ૩૨ વર્ષના યુવાને કોઈ કારણોસર મિથેલોન પી લીધેલો હતો.જેથી તેને અહીંની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબી વીસીપરામાં રહેતા નરોતમ રામજીભાઈ સિંધવ નામના ૪૪ વર્ષના યુવાનને મારામારીમાં ઇજા થતા સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો.જયારે મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાછળ મફતપરા વિસ્તારમાં રહેતા સુનિતાબેન સંજયભાઈ દેવીપુજક નામની ૩૨ વર્ષની મહિલાને ઘરે પતિ દ્વારા પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારવામાં આવતા સારવારમાં સિવિલે ખસેડાય હતી.

યુવાન સારવારમાં

મોરબીના બેલા (રંગપર) ગામે આવેલ લેન્કોસા સીરામીકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતો પ્રદીપકુમાર હુકુમસિંગ મારાળી નામનો ૨૮ વર્ષનો યુવાન કારખાનામાં આઠ-દસ ફૂટની ઊંચાઈએ કામ કરતો હતો.ત્યાંથી નીચે પડી જતા ઇજા પામેલ હાલતમાં અહીંની શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતો કૌશિકભાઇ રતિલાલ કણજારીયા નામનો ૩૨ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે બરવાળા ગામના પાટીયા નજીક વાહન સાથે રોજડુ (જંગલી પશુ) અથડાતા સર્જાયેલા અકસ્માતમાં કૌશિક કણજારીયાને ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.તેમજ મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા મનસુખભાઈ છગનભાઈ વરસડા નામના ૩૬ વર્ષના યુવાનને આમરણ ગામે ગેરેજ ખાતે મારામારીમાં ઈજા થઈ હતી.વાહન રીપેરીંગના પૈસાની લેતીદેતી બાબતે ઝઘડો થયા બાદ મારામારી થઈ હોવાનું પોલીસસુત્રોએ જણાવેલ છે.




Latest News