મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા


SHARE









મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા

મોરબીના પંચાસર રોડ ઉપર સાવરની પાળ ઉપર વર્ષોથી જે ગેરકાયદે દબાણ કરવામાં આવ્યા હતા તેને તોડી પાડવા માટેની કાર્યવાહી ગઇકાલે કરવામાં આવી હતી અને સવારથી લઈને મોડી રાત સુધીમાં 25 હજાર સ્ક્વેર મીટર સરકારી જમીન ઉપરથી દબાણ દૂર કરવામાં આવ્યા છે જો કે, આજે સવારથી ત્યાં બાંધકામ વેસ્ટ ઉપાડવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મોરબી મહાપાલિકાની ગાર્ડન શાખાના ચેરમેન પાસેથી મળતી માહિતી મુજબ અંદાજે 10 કરોડના ખર્ચે સાવરની પાળ ખાતે બ્યુટીફીકેશન અને લેક ડેવલોપમેન્ટની કામગીરી કરવામાં આવશે.

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સાવરની પાળ તરીકે ઓળખાતા તળાવને ડેવલપ કરવા માટેની કામગીરી મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવનાર છે ત્યાર પહેલા આ જગ્યા ઉપર જે વર્ષોથી દબાણ હતા તેને દૂર કરવા માટેની કાર્યવાહી ગઇકાલે મોરબી મહપાલિકા દ્વારા કરવામાં આવી હતી જો કે, આ ગેરકાયદેસર બાંધકામો તોડતા પહેલા 187 જેટલા આસામીઓને નોટિસ આપવામાં આવી હતી જો કે, લોકોને પોતાના રહેણાકમાંથી ઘર વખરી કાઢી લઈને સ્વેચ્છા મકાન ખાલી કરી નાખ્યા હતા પરંતુ બાંધકામ તોડ્યા ન હતા જેથી મહાપાલિકા તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી

ગઇકાલે સવારે 8 વાગ્યાથી ગેરકાયદેસર બાંધકામો તોડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તેના માટે 4 હિટાચી, 10 જેસીબી અને 10 ટ્રેક્ટરને કામે લગાડવામાં આવ્યા હતા અને મોડી રાત સુધી ત્યાં તમામ મશીનરીને ચાલુ રાખીને નાના મોટા અંદાજે 250 થી વધુ ગેરકાયદે બંધકામોને જમીન દોસ્ત કરી નાખવામાં આવ્યા હતા. અને 80 કરોડ જેટલી બજાર કિંમતની 25,000 સ્ક્વેર મીટર સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી હતી જો કે, આજે આ જગ્યા ઉપરથી બાંધકામ વેસ્ટ હટાવવા માટેનું કામ મહાપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે તેવી માહિતી અધિકારી પાસેથી જાણવા મળેલ છે. 

વધુમાં મોરબી મહાપાલિકાના સિટી ઇજનેર હિતેશભાઇ આદ્રોજા પાસેથી મળતી માહિતી મુજબ જે સરકારી જગ્યા ઉપર ગઇકાલે ડિમોલેશન કરીને દબાણ દૂર કરવામાં આવ્યા છે ત્યાના બ્યુટીફિકેશન અને લેક ડેવલપમેન્ટ માટેનું કામ ઝડપથી શરૂ કરવામાં આવશે અને તેના માટે હાલમાં ડી.પી.આર. (ડિટેઇલ પ્રોજેકટ રિપોર્ટ) બનાવવામાં આવી રહી છે જે બની ગયા બાદ તેની મંજૂરી માટેની કાર્યવાહી કરવામાં આવશે અને ત્યાર બાદ ટેન્ડર પ્રક્રિયાથી કામ આપવામાં આવશે.

જયારે મોરબી મહાપાલિકાની ગાર્ડન શાખાના ચેરમેન અલ્પબેન રોહિતભાઈ કંઝારીયા પાસેથી મળતી માહિતી મુજબ અંદાજે પંચાસર રોડ ઉપર સાવરની પાળ ખાતે જે સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવેલ છે ત્યાં ભવિષ્યમાં 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન અને લેક ડેવલોપમેન્ટની કામગીરી કરવામાં આવશે. આ કામ માટે તાંત્રિક મંજૂરી મળી ગયેલ છે જો કે, વહીવટી મંજૂરી મેળવ્યા પછી મોરબીના લોકોને હરવા ફરવા માટેનું ઉતમ સ્થળ મળી રહે તે પ્રકારનું કામ મહાપાલિકા દ્વારા કરવામાં આવશે.




Latest News