મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

ખેલ મહાકુંભ-૨૦૨૬: મોરબી જિલ્લાની વિવિધ સ્પર્ધાઓ ૧૭ ઓકટોબર સુધી યોજાશે


SHARE









ખેલ મહાકુંભ-૨૦૨૬: મોરબી જિલ્લાની વિવિધ સ્પર્ધાઓ ૧૭ ઓકટોબર સુધી યોજાશે

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત 'ખેલ મહાકુંભ-૨૦૨૬' અંતર્ગત મોરબી જિલ્લામાં ખેલાડીઓની રમતગમત ક્ષમતા ખીલે અને તંદુરસ્ત હરિફાઈની ભાવના કેળવાય તે હેતુથી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી ગ્રામ્ય કક્ષા તથા મોરબી મહાનગરપાલિકા શહેર કક્ષાની સ્પર્ધાઓ તા. ૧૭/૧૦/૨૦૨૬ સુધી યોજાનાર છે.

આ સ્પર્ધાઓ માટે નોંધણી કરાવેલા ખેલાડીઓની સુવિધા અર્થે રમતવાર સંપૂર્ણ કાર્યક્રમ તારીખ, સમય અને સ્થળ સહિતની વિગતો સાથે વિભાગની અધિકૃત વેબસાઇટ https://khelmahakumbh.gujarat.gov.in/competitionplace ઉપર ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તમામ ખેલાડીઓએ ઓનલાઈન શિડ્યુલ ચકાસીને પોતાની રમત મુજબ નિયત સ્થળે સમયસર રિપોર્ટિંગ કરવાનું રહેશે, સ્પર્ધા શરૂ થયા બાદ વિલંબથી આવનાર ખેલાડીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. વધુમાં, સ્પર્ધાસ્થળે આવતી વખતે ખેલાડીઓએ પોતાની ઓનલાઈન રજિસ્ટ્રેશન સ્લીપ ફરજિયાત સાથે લાવવાની રહેશે અને કન્વીનર કમ ચીફ રેફરી સમક્ષ રજૂ કરવાની રહેશે, જે વિના સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે નહીં. કાર્યક્રમમાં કોઈ આકસ્મિક ફેરફાર થશે તો તેની જાણ વ્યાયામ શિક્ષકોના વોટ્સએપ ગૃપો મારફતે કરવામાં આવશે. મોરબી જિલ્લાના તમામ રમતવીરોને ખેલદિલીની ભાવના સાથે ઉત્સાહપૂર્વક ભાગ લઈ જિલ્લાનું નામ રોશન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




Latest News