મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપવા પ્રાદેશિક મેળો-૨૦૨૬નું આયોજન કરાયું


SHARE









મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપવા પ્રાદેશિક મેળો-૨૦૨૬નું આયોજન કરાયું

ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મહિલા સશક્તિકરણ અને આજીવિકા પ્રોત્સાહન માટે મોરબી ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ૧૦ દિવસીય 'પ્રાદેશિક મેળો-૨૦૨૬' નું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના શનાળા રોડ પર આવેલ સ્કાય મોલની બાજુમાં, શિવ હૉલ સામેના રત્નકલા ગ્રાઉન્ડ ખાતે તા. ૦૧/૧૦/૨૦૨૬ થી ૧૦/૧૦/૨૦૨૬ સુધી આ મેળો યોજાશે. આ પ્રાદેશિક મેળામાં રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી ૧૫૦ થી ૨૦૦ જેટલી સખી મંડળની બહેનો અને સ્વ-સહાય જૂથો ભાગ લેશે. જેમાં હસ્તકલા, હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ, ગૃહસુશોભન, વણાટકામની વસ્તુઓ, ઝુલા, સાડી, બાંધણી, દોરી વર્કની બનાવટો, સીઝનેબલ મસાલા અને અથાણાં જેવી પ્રોડક્ટ્સના ૫૦ સ્ટોલ તથા ખાણીપીણીના ૫ સ્ટોલ મારફતે બહેનો દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજવસ્તુઓનું સીધું જ વેચાણ કરવામાં આવશે. સખી બહેનોના કૌશલ્યને પ્રોત્સાહિત કરવા અને આજીવિકા માટે યોગ્ય બજાર વ્યવસ્થા પૂરી પાડવાના હેતુથી યોજાયેલા આ મેળાની મુલાકાત લઈ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન પૂરૂં પાડવા મોરબીના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News