મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં ચક્કર આવતા પડી ગયેલ આધેડ અને કામ કરતાં સમયે બે એપાર્ટમેન્ટ વચ્ચે પડી જવાથી યુવાનનું મોત


SHARE





મોરબીમાં ઘરમાં ચક્કર આવતા પડી ગયેલ આધેડ અને કામ કરતાં સમયે બે એપાર્ટમેન્ટ વચ્ચે પડી જવાથી યુવાનનું મોત

મોરબીમાં આવેલ ગોકુલ મથુરા સોસાયટીમાં વરણી એપાર્ટમેન્ટ ખાતે રહેતા આધેડ ચક્કર આવતા પોતાના ઘરમાં બાથરૂમ પાસે પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને બેભાન અવસ્થામાં જ તેઓનું મોત નીપજયું હતું જ્યારે બીજા બનાવમાં મોરબીમાં આવેલ શ્રીજી પેલેસ ખાતે ઉપરના માળે કામ કરતાં સમયે બે એપાર્ટમેન્ટ વચ્ચેના ભાગમાં પતરા ઉપર પડવાથી ઈજા પામેલ યુવાનનું મોત નીપજયું છે આ બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ઉમિયા સર્કલથી બાયપાસ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ગોકુલ મથુરા સોસાયટીમાં વરણી હાઈટ્સ ફ્લેટ નંબર 102 માં રહેતા જગદીશભાઈ કરમશીભાઈ શેરસીયા (49) નામના આધેડ પોતે પોતાના ઘરમાં બાથરૂમ પાસે કોઈ કારણોસર ચક્કર આવતા પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા જેથી બેભાન અવસ્થામાં તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જ્યારે બીજા બનાવમાં મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર-2 ખાતે રહેતા પ્રકાશભાઈ મગનભાઈ આડેસરા (37) નામનો યુવાન મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ફ્લોરા સામેના ભાગમાં શ્રીજી પેલેસ ખાતે બિલ્ડીંગના ઉપરના માળ કામ કરતાં સમયે ઉપરથી બે એપાર્ટમેન્ટની વચ્ચેના ભાગમાં આવેલ પતરા ઉપર પડી ગયો હતો જેથી ગંભીર ઇજા થવાથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ પરેશભાઈ મગનભાઈ આડેસરા (42) રહે. મોરબી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝેરી દવા પીધી
સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે આવેલ મોરથરા ગામે રહેતા કૈલાસબેન દિનેશભાઈ મકવાણા નામની ૧૮ વર્ષની યુવતીએ કોઈ કારણોસર ઘરે દવા પી લીધી હતી જેથી અહીંની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી જેથી મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે સ્થાનિક તપાસ કરીને વધુ તપાસ માટે થાનગઢ પોલીસને જાણ કરી હતી.તેમજ ટંકારાના મીતાણા ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજા પામેલ કાળાભાઈ ભગુભાઈ બાંભવા નામના ૬૫ વર્ષના વૃદ્ધને સારવાર માટે મોરબી લવાયા હતા.
મહિલા સારવારમાં

ઓલઆઉટ લિક્વિડ પી લીધું
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા અનિતાબેન ઈશ્વરભાઈ પ્રજાપતિ નામના ૫૭ વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઘરે ઓલઆઉટ લિક્વિડ પી લીધું હોય તેઓને સારવાર માટે દવાખામે લાવવામાં આવ્યા હતા. યજેથી પોલીસને જાણ થતા પોલીસે તપાસ કરી હતી.જ્યારે મોરબીના વીસી હાઇસ્કુલ પાસે આવેલ કલેકટર બંગલો નજીક અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા સાહિલ રાજુભાઈ ત્રિવેદી (૧૪) રહે.દરબારગઢ પાસે મોરબી ને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.




Latest News