મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો
મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો
SHARE
મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો
સમગ્ર સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલમાં સૌથી વધુ આવક મોરબી ડિવિઝનની છે તેમ છતાં પણ અહીના ગ્રાહકોના પ્રશ્નોને અધિકારીઓએ દ્વારા સમયસર ઉકેલવામાં આવતા નથી તે હક્કિત છે તેવામાં મોરબી પીજીવીસીએલ કચેરી ખાતે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં લોકોના પડતર પ્રશ્નો ઉકેલવા માટે સમિક્ષા બેઠક યોજાઇ હતી જેમાં એમડી સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા અને આ બેઠકમાં પીજીવીસીએલમાં માલસામાન ન હોવાની, સ્ટાફ ન હોવાની તથા સમયસર કામ થતું ન હોવાની ફરિયાદોનો ઢગલો ઉદ્યોગકારોથી લઈને આમ નાગરિક સુધીના લોકોએ કર્યો હતો અને તેઓના પ્રશ્નો વહેલી તકે ઉકેલવા માટે મંત્રીએ અધિકારીઓની સૂચના આપી છે
મોરબી જિલ્લામાં આવેલા સીરામીક, પેપરમીલ, પોલિપેક, મીઠા ઉદ્યોગ સહિતના ઔદ્યોગિક એકમો અને ખેતીવાડી મળીને સમગ્ર સૌરાષ્ટ્રમાં મોરબી પીજીવીસીએલની સૌથી મોટી આવક છે તેમ છતાં પણ અહીંના ઉદ્યોગકારોથી માંડીને આમ નાગરિક સુધીના લોકોના વીજ પુરવઠો ખોરવવાથી લઈને ટીસી, સબ સ્ટેશન સહિતના પ્રશ્નો માટે અવાર નવાર રજૂઆતો કરે તો પણ કામ કરવામાં આવતા નથી. જે બાબતે રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના ધ્યાને આવતા તેઓની હાજરીમાં મોરબી પીજીવીસીએલ કચેરી ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ કેશરિદેવસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન દુબરિયા, ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, કારોબારી સમિતિના અધ્યક્ષ મનીષભાઈ કાંજીયા, મોરબી મહપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, ભૂપતભાઇ જારીયા તેમજ પીજીવીસીએલના એમડી એમ.ડી. ચુડાસમા સહિતના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા
આ તકે મોરબી તાલુકાના પાનેલી, કાલિકાનગર, અણીયારી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી ખેતરમાં મકાન બનાવીને રહેતા ખેડૂત પરિવારોને વીજ કનેક્શન આપવામાં આવતા નથી તે પ્રશ્ન આવ્યો હતો જે નીતિવિષયક હોય તેને લઈને ઉચ્ચ કક્ષાએથી મંજૂરી મેળવ્યા બાદ વહેલી તકે પ્રશ્ન ઉકેલવા માટે અધિકારીને સૂચના આપવામાં આવી હતી. મોરબીના સિરામિક એસો. દ્વારા જેતપર રોડ ઉપર આવેલા સિરામિક ઝોનમાં તેમજ અન્ય વિસ્તારમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે જેથી કરીને કારખાનેદારોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે તે પ્રશ્ન રજૂ કરવામાં આવેલ હતો તેમજ મોરબીના જેતપર રોડ ઉપર અંદાજે એકાદ વર્ષ પહેલા સબ સ્ટેશન બનાવવા માટે ખાનગી જમીન લઈને આપવામાં આવેલ છે તો પણ ત્યાં સબ સ્ટેશન બનાવવા માટેની કામગીરી હજુ સુધી ચાલુ થઈ માઠી જેથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપભાઈ કુંડારિયા અને અજયભાઈ મરવાણિયાએ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી.
તો મરીન સોલ્ટ મેન્યુ. એસો.ના પ્રમુખ દિલુભા જાડેજાએ માળિયા મીયાણાના બગસરા ગામે નવું સબ સ્ટેશન બનાવવુ, સ્માર્ટ મીટરના સમયસર બિલ આપવા તેમજ જુદા જુદા વિભાગની મંજૂરીના કારણે વર્ષામેડી ગામે 9 મહિનાથી તૈયાર થઈ ગયેલ 66 થી સબ સ્ટેશન આજની તારીખ પણ ચાલુ થયું નથી જે વહેલી તકે ચાલુ કરવામાં માટે રજૂઆત કરી હતી તથા ગ્રાહકોના વીજ બીલ સમયસર આપવા, પીજીવીસીએલમાં સ્ટાફની ઘટ, માલ સામાનની ઘટ અને કોન્ટ્રાક્ટર પાસેથી અધિકારીઓ સમયસર કામ કરાવતા ન હોવાના પ્રશ્નો આવ્યા હતા આમ મંત્રીની હાજરીમાં યોજાયેલ કાર્યક્રમમાં 65 જેટલા પ્રશ્નો આવ્યા હતા જેમાંથી 35 જેટલા પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ કરાયો હતો અને બાકીના પ્રશ્નો વહેલી તકે ઉકેલવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. પરંતુ વાસ્તવિક રીતે લોકોના પ્રશ્નો ઉકેલાશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે