મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

મોરબીમાં રોડ સાઈડમાં સૂતેલા બાળકની છાતિ ઉપરથી કારનું ટાયર ફરી ગયુ !


SHARE





મોરબીમાં રોડ સાઈડમાં સૂતેલા બાળકની છાતિ ઉપરથી કારનું ટાયર ફરી ગયુ !

મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગની સામે ભરાતી શાક માર્કેટ પાસે સૂતેલા પરિવારના આઠ વર્ષના વિપુલ રમેશભાઈ જખાણીયા દેવીપુજક રહે.રામપર (નસીતપર) તા. મોરબી ના છાતીના ભાગેથી કારનું ટાયર ફરી ગયું હતું. જેથી ઇજાગ્રસ્ત હાલતમાં વિપુલ જખાણીયાને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ પાનેલીની વાડી ખાતે રહેતા નારણભાઈ દેવશીભાઈ ડાભી (74) નામના વૃદ્ધ પોતાનું બાઈક લઈને શાક માર્કેટથી પોતાના ઘર તરફ પાછા જઈ રહ્યા હતા ત્યારે દલવાડી સર્કલ નજીક મસાલાની વાડી પાસે કેનાલ રોડ ઉપર અન્ય બાઇક સાથે તેઓનું બાઈક અથડાતા અકસ્માત થયો હતો અને આ બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની નક્ષત્ર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારા મારીમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના વેણાસર ગામે રહેતા નજમાબેન મહેબુબભાઇ મોવર (30) નામની મહિલાને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News