મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

મોરબીના રંગપર નજીક નાલામાં ડૂબી જતા 4 વર્ષના બાળકનું મોત: જૂના રફાળેશ્વર રોડે કારખાનામાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત


SHARE





મોરબીના રંગપર નજીક નાલામાં ડૂબી જતા 4 વર્ષના બાળકનું મોત: જૂના રફાળેશ્વર રોડે કારખાનામાં છાતીમાં દુખાવો પડ્યા બાદ યુવાનનું મોત

મોરબીના રંગપર ગામ નજીક કારખાના પાસે આવેલ નાલામાં ડૂબી જવાના કારણે ચાર વર્ષના માસુમ બાળકનું મોત નીપજયું હતુ ત્યારે મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ કારખાનામાં યુવાનને છાતીમાં દુખાવો પડ્યા બાદ તે યુવાનનું મોત નીપજયું હતું આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધ કરીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે શ્રીરામ કંપની ખાતે રહેતા નરેન્દ્રભાઈ આદિવાસીનો 4 વર્ષનો દીકરો કાર્તિક કોઈ કારણસર કારખાના નજીક આવેલ પાણીના નાલામાં ડૂબી ગયો હતો જેથી તે બાળકનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી જ્યારે મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ કોરલ સિરામિક ખાતે રહેતા વિકાસકુમાર છોટેલાલ સાહુ (30) નામના યુવાનને કોઈ કારણોસર છાતીમાં દુખાવો પડ્યો હતો ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું જેથી આ યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગાહી કાર્યવાહી હાથ ધરી હતી

મોત અંગે શંકા જતા તપાસ

લીંબડી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ એમ.એસ.ગોહિલ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી અને તેમા જણાવવામાં આવ્યું હતું કે, મૃતક હરેશભાઈ નારણભાઈ પરમાર (૨૭) મૂળ રહે.નાના ટીંબડા તાલુકો લીંબડી વાળા જે તે સમયે મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ મેટ્રો સીરામીક ખાતે કામકાજ કરતા હોય ત્યાં જ લેબર કવાટરમાં રહેતો હતો.અને ત્યાં હરેશભાઇ પરમારનું મોત નીપજ્યું હતું.જોકે મૃતકના સગા વાલાઓ દ્વારા મોતના કારણ સંદર્ભે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેથી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવેલ છે.જેને પગલે મોરબી તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરિયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માત

મોરબીના હળવદ તાલુકાના કડીયાણા ગામે આવેલ રવેચી વોટર સપ્લાય પાસે રોડની સાઈડમાં ઊભેલા જીતુબેન દેવરાજભાઈ રાતડીયા નામના મહિલાને કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામ્યા હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના રંગપર ગામે આવેલ રેક ટાઇલ્સ નામના યુનિટમાં મારામારીના બનાવમાં ઈજા પામેલ વિરેન્દ્ર લક્ષમણભાઇ માંજી નામના ૨૫ વર્ષના યુવાનને સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો. તેમજ મોરબીના રફાળેશ્વર ગામે મેલડી માતાના મંદિર પાસે રહેતા સોનુબેન બીપીનભાઈ વાસગીરીયા નામની ૨૨ વર્ષીય મહિલાને ત્યાં આવેલ સદભાવના વાડી ખાતે વીંછી કરડી ગયો હોય અહીંની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઇજા

મોરબીના લાલપર ગામે આવેલ મારૂતિ ગોલ્ડ સીરામીકના લેબર કવાટરમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા માથાના ભાગે હુમલો કરવામાં આવતા ઈજા પામેલા સુરેન્દ્ર પ્રસાદભાઈ મહંતો નામના ૩૦ વર્ષના યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.જ્યારે વાંકાનેરના મહીકા ગામ પાસે કોઈ ઝેરી જનાવર કરડી જતા ચંદ્રેશભાઇ જાદવજીભાઈ મિસ્ત્રી (૫૫) રહે.જોધપર તા.મોરબીને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News