મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન
મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે
SHARE
મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે આગામી તા 16 ના રોજ સવારે 8 થી સાંજે 5 સુધી ઋષિ પાંચમના દિવસે ફક્ત બહેનો માટે સ્નાન અને ફરાળની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યાં બહેનોએ ૧૦ વર્ષ મોટા દીકરાઓને સાથે ન લાવવા માટે આયોજકોએ જણાવ્યુ છે. તેમજ તા 22 ને ભાદરવા સુદ અગિયારસના દિવસે રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અને રામદેવપીરનો નેજા ઉત્સવ યજ્ઞ મહાપ્રસાદ અને રાત્રે પાટ ભજન સહિતના કાર્યક્રમો ઉજવાશે આ બંને કાર્યક્રમનો ભક્તોએ લાભ લેવા માટે મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે