મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે
મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો
મોરબીમાં સંસ્કાર હોલ ખાતે ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહિલા સશક્તિકરણની થીમ પર આધારિત આ કાર્યક્રમમાં શહેરની 200 થી વધુ ઉત્સાહી મહિલાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ધર્મિષ્ઠાબેન કડીવાર (AEI વર્ગ-2 અધિકારી) અને સદભાવના હોસ્પિટલના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ.હેમાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓએ જણાવ્યું હતું કે, મહિલા હંમેશાં પરિવાર અને સંબંધોને પ્રથમ સ્થાને રાખતી હોય છે, પરંતુ પોતાના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય અને સ્વ-વિકાસને પ્રાથમિકતા આપવી પણ એટલી જ જરૂરી છે. જો એક મહિલા સ્વસ્થ અને સશક્ત હશે તો જ તે આખા પરિવારને સશક્ત બનાવી શકશે. તેમણે પોતાના જીવનના અનુભવો અને પ્રેરણાદાયી વિચારો ઉપસ્થિત બહેનો સાથે શેર કર્યા હતા. ત્યાર બાદ બહેનો માટે અવનવી મનોરંજક રમતો, સરપ્રાઇઝ ભેટો અને સાંસ્કૃતિક આનંદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી અને ક્લબના આયોજકોએ જણાવ્યું હતું કે, સમાજના દરેક વર્ગની મહિલાઓ આ મંચ સાથે જોડાઈ શકે અને પોતાના સ્વાસ્થ્ય તથા વ્યક્તિત્વ વિકાસ માટે કાર્ય કરી શકે તેવા આશયથી માત્ર 500 જેવા અત્યંત નજીવા વાર્ષિક દરે આખા વર્ષની મેમ્બરશિપ આપવામાં આવી રહી છે.