મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો


SHARE





મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો

મોરબીના ખાખરળા ગામે રહેતા ખેડૂતે પોતાનો જીરુંનો પાક આવ્યા બાદ તેને ગામની સીમમાં આવેલ બંધ પડેલી ઓઇલ મીલના શેડમાં મૂક્યો હતો ત્યાંથી 150 મણ જીરૂના જથ્થાની ચોરી કરવામાં આવી હતી જેથી 4,50,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ભોગ બનેલ આધેડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે વધુ એક આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે.

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા હસમુખભાઈ લખમણભાઇ કોઠીયા (55)એ અગાઉ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ખાખરાળા ગામે આવેલ તેઓની જમીન તથા ભાગવી રાખેલ જમીનમાં તેઓએ જીરુંનો પાક લીધો હતો અને જીરૂનો તૈયાર જથ્થો તેઓની પાસે રાખવા માટેની સગવડ ન હોવાથી તેમણે સાહેદ ભગવાનજીભાઇ ભવાનભાઇ સદાતીયાની બંધ પડેલ વિષ્ણુ ઓઇલમીલના શેડમાં રાખ્યો હતો અને ત્યાંથી 150 મણ જીરૂના જથ્થાની ચોરી કરવામાં આવેલ જેથી 4.50 લાખ રૂપિયાની કિંમતના જીરૂની ચોરી થઈ હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને આ ગુનાની તપાસમાં તાલુકા પોલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં આરોપી મહેન્દ્ર ઉર્ફે જુગી ઉર્ફે જીગો દડુંભાઈ ચાડમિયા (28) રહે. રૂપાવટી તાલુકો વિછિયા જી.રાજકોટની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

જનાવર કરડી ગયું 
માળીયા મીયાણા તાલુકાના ચીખલી ગામ રહેતા ઈરફાનભાઇ તાજમહંમદ જામ (27) નામનો યુવાન ઘરે હતો ત્યારે કોઈ જનાવર કરડી ગયું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યા તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

સાપ કરડી ગયો
હળવદ તાલુકાના રાતાભે ગામે રહેતા પ્રકાશભાઈ રાઠોડની છ વર્ષની દીકરી પ્રેમીલા વાડીએ હતી ત્યારે ત્યાં સાપ કરડી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News